મધ્યપ્રદેશથી ગુજરાત ફરવા આવેલા વૃદ્ધ ગીરમાં બે ખીણ વચ્ચે ફસાયા, માંડ માંડ રેસ્ક્યૂ કરાયું

Gir Forest Rescue : ગીરમાં ફસાયેલા મધ્યપ્રદેશના પરિવારની SDRFએ કરી મદદ... ખીણમાં ઝાડીઓની વચ્ચે ફસાયેલા સિનિયર સિટીઝનને બચાવ્યા... લાંબા સમયની મહેનત પછી વૃદ્ધનો પરિવાર સાથે ભેટો કરાવ્યો.. દર્શન કરીને પરત ફરતા સમયે પરિવારથી છૂટા પડ્યા હતા વૃદ્ધ...    

મધ્યપ્રદેશથી ગુજરાત ફરવા આવેલા વૃદ્ધ ગીરમાં બે ખીણ વચ્ચે ફસાયા, માંડ માંડ રેસ્ક્યૂ કરાયું

Gir Somnath : ગીર સોમનાથમાં SDRF ની ટીમે 8-10 કલાકનું રેસ્ક્યુ કરી 65 વર્ષીય વૃદ્ધને રાહત આપી છે. મૂળ મધ્યપ્રદેશના મદન મોહન જૈન ગીર સોમનાથના દર્શન માટે તેમના પરિવાર સાથે આવ્યા હતા પણ ગત ગુરુવારે બપોરના સમયે પરિવારથી તેઓ છુટા પડી ગયા. જો કે પરિવારે તેમની લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં જયારે તેઓ ન મળ્યા ત્યારે તેમના પરિવારે સ્થાનિક પ્રશાશનની મદદ મેળવી. 

રાત્રે 9:30 વાગે SDRF ને જાણ થઇ 
રાત્રે 9:30 વાગે SDRF ને જાણ થતા SDRF ગોંડલની ટીમ રેસ્ક્યુ માટે નીકળી હતી. ભારે જહેમતથી બે ખીણ વચ્ચે ઝાડીઓમાં ફસાયેલા વૃદ્ધને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. રાત્રે શરુ કરવામાં આવેલું રેસ્ક્યુ સવારે 8 વાગેની આસપાસ પૂરું થયું. 

અમને મામલતદાર કચેરીથી માહિતી મળી 
SDRF ના PSI લક્ષ્મણભાઈ જે ચાવડાએ ZEE 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમને ગઈ રાત્રે 9:30 કલાકે મામલતદાર કચેરીએથી કોઈ વૃદ્ધ ગુમ થયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે તેઓ પોતાની 20 સભ્યોની ટુકડી લઇ રેસ્ક્યુ માટે રવાના થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news