નવી દિલ્હીઃ Top-10 Richest People in India 2024: ભારતના ટોપ-10 ધનવાનોના લિસ્ટમાં કયાં-કયાં નામ સામેલ છે? ફોર્બ્સ (Forbes Report)તરફથી 2024ના ટોપ-10 ધનીકોના નામનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સમયે ભારતની ઇકોનોમી ઝડપથી આગળ વધી રહી છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સાથે ઘણા લોકોના નામ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો તમને જણાવીએ ભારતના ટોપ-10 ધનવાનોના લિસ્ટમાં કોણ-કોણ સામેલ છે...


મુકેશ અંબાણી
ભારતના ટોપ-10 ધનીકોના લિસ્ટમાં મુકેશ અંબાણીનું નામ ટોપ પર છે. ફોર્બ્સ ઈન્ડિયા પ્રમાણે તેમની નેટવર્થ 113 બિલિયન ડોલર છે. તેમના ગ્લોબલ રેન્કિંગની વાત કરવામાં આવે તો તે 11 છે. આ સિવાય મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે.


ગૌતમ અદાણી
ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનીક વ્યક્તિ છે અને તેમની ગ્લોબલ રેન્કિંગ 16 છે. ગૌતમ અદાણીની નેટવર્થ 81.2 બિલિયન ડોલર છે. ગૌતમ અદાણી અદાણી ગ્રુપના ચેરમેન છે. 


આ પણ વાંચોઃ 7 રૂપિયાથી 1600ને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર, 4 વર્ષમાં સ્ટોકમાં આવી 22000% ની તેજી


શિવ નાદર
ભારતના ધનીકોના લિસ્ટમાં શિવ નાદરનું નામ ત્રીજા સ્થાને આવે છે. જો તેમના નેટવર્થની વાત કરીએ તો તે 37.1 બિલિયન ડોલર છે. શિવ નાદર HCL ટેક્નોલોડીના ચેરપર્સન છે. શિવ નાદરની ગ્લોબલ રેન્કિંગ 37 છે.


શાવિત્રી જિંદલ એન્ડ ફેમેલી
જેએસડબ્લ્યુ ગ્રુપના સાવિત્રી જિંદલ એન્ડ ફેમેલી ભારતમાં ધનીકોના લિસ્ટમાં ચોથા સ્થાને છે. તેમની નેટવર્થ 28.9 બિલિયન ડોલર છે. તેમની ગ્લોબલ રેન્કિંગ 58 છે.


સાયરસ પૂનાવાલા
ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે સાયરસ પૂનાવાલા ભારતના ધનીકોના લિસ્ટમાં પાંચમાં સ્થાને છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સાયરસ પૂનાવાલાની નેટવર્થ 25.6 બિલિયન ડોલર છે.


આ પણ વાંચોઃ DA Hike ની સાથે TA માં થશે મોટો વધારો! કર્મચારીઓ માટે માર્ચ મહિનો રહેશે ખાસ


- દિલીપ સંઘવી- 25.5 બિલિયન ડોલર- સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ- ગ્લોબલ રેન્કિંગ 69


- કુમાર બિરલા- 18.9 બિલિયન ડોલર- આદિત્ય બિરલા ગ્રુપ- ગ્લોબલ રેન્કિંગ 97


- કુશલ પાલ સિંહ- 18.9 બિલિયન ડોલર- ડીએલએફ લિમિટેડ- ગ્લોબલ રેન્કિંગ- 98


- લક્ષ્મી મિત્તલ- 17.2 બિલિયન ડોલર- ArcelorMittal - ગ્લોબલ રેન્કિંગ- 102


- રાધાકૃષ્ણ દામાણી- 16.7 બિલિયન ડોલર- ડીમાર્ટ, એવેન્યૂ સુપરમાર્ટ્સ, ગ્લોબલ રેન્કિંગ- 105