DA Hike ની સાથે TA માં થશે મોટો વધારો! કેન્દ્રીય કર્મચારીઓ માટે માર્ચ મહિનો રહેશે સૌથી ખાસ

7th central pay commission news today: મોંઘવારી ભથ્થા સિવાય બીજી સૌથી મોટી જાહેરાત ટ્રાવેલ એલાઉન્સને લઈને થઈ શકે છે. બસ તેને મંજૂરી મળવાની રાહ જોવામાં આવી રહી છે. કેન્દ્રીય કેબિનેટ માર્ચમાં તેને મંજૂરી આપી શકે છે.
 

DA Hike ની સાથે TA માં થશે મોટો વધારો! કેન્દ્રીય કર્મચારીઓ માટે માર્ચ મહિનો રહેશે સૌથી ખાસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે આવનારો મહિનો ખાસ રહેવાનો છે. તેને ચારે તરફથી ફાયદો મળશે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાનું નક્કી છે. તેમાં 4 
ટકાનો વધારો થશે. કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા પહોંચી જશે. પરંતુ વર્ષના પ્રથમ છ મહિનામાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઘણા મોટા ફેરફાર થશે. લોકસભા ચૂંટણીને જોતા આશા વધુ છે. મોંઘવારી ભથ્થા સિવાય સૌથી મોટી જાહેરાત ટ્રાવેલ એલાઉન્સને લઈને થઈ શકે છે. હવે કર્મચારીઓ બસ મોંઘવારી ભથ્થાને મંજૂરી મળે તેની રાહ જોઈ રહ્યાં છે. કેન્દ્રીય કેબિનેટ માર્ચના મહિનામાં તેને મંજૂરી આપી શકે છે. ત્યારબાદ બીજા ભથ્થામાં વધારો જોવા મળશે.

ક્યારે થશે મોંઘવારી ભથ્થામાં વધારો?
સૌથી પહેલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે. માર્ચ 2024માં તેને સરકારની મંજૂરી મળી જશે. જુલાઈથી ડિસેમ્બર 2023 ના AICPI ઈન્ડેક્સના નંબર્સ કન્ફર્મ થઈ ચુક્યા છે કે કેન્દ્રીય કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જોવા મળી શકે છે. વર્તમાનમાં કર્મચારીઓને 46 ટકા ડીએ મળી રહ્યું છે.

ટ્રાવેલ એલાઉન્સમાં પણ થશે વધારો
કર્મચારીઓ માટે સૌથી મહત્વપૂર્ણ ટ્રાવેલ એલાઉન્સ રહેશે. ડીએ બાદ ટ્રાવેલ એલાઉન્સમાં વધારો જોવા મળી શકે છે. સેલેરી પે-બેન્ડની સાથે ટ્રાવેલ એલાઉન્સ મળી ડીએના વધારામાં વધુ ફાયદો થઈ શકે છે. અલગ-અલગ પે બેન્ડની સાથે ટ્રાવેલ એલાઉન્ડ સામેલ કરવામાં આવે છે. હાયર TPTA સિટીમાં ગ્રેડ 1 અને 2નું ટ્રાવેલ એલાઉન્ટ 1800 અને 1900 રૂપિયા છે. ગ્રેડ 3થી 8માં 3600 + DA મળે છે. તો બીજી જગ્યાએ આ દર 1800 રૂપિયા + DA છે.

HRA માં પણ થશે રિવિઝન
કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. માર્ચમાં ડીએ વધ્યા બાદ તેમાં રિવિઝન થશે. હકીકતમાં નિયમો પ્રમાણે મોંઘવારી ભથ્થું 50 ટકા ક્રોસ થવા પર તેનું રિવિઝન થશે. વર્તમાનમાં 27, 24, 18 ટકાના દરે HRA આપવામાં આવે છે. તેને શહેરોની કેટેગરી Z, Y, X માં વિભાજીત કરવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થું 50 ટકા થશે તો HRA વધીને  30, 27, 21 ટકા થઈ જશે. 

કેન્દ્રીય કર્મચારીઓને મળશે ત્રણ ભેટ
કેન્દ્રીય કર્મચારીઓ માટે 3 ભેટ માર્ચ 2024માં કન્ફર્મ થઈ જશે. પ્રથમ મોંઘવારી ભથ્થામાં વધારો, બીજું ટ્રાવેલ એલાઉન્સમાં વધારો અને ત્રીજું એચઆરએનું રિવિઝન. આશા કરવામાં આવી રહી છે કે હોળી પહેલા આ નવા દર લાગૂ થઈ શકે છે. સામાન્ય રીતે જાન્યુઆરીથી લાગૂ થનાર મોંઘવારી ભથ્થાન જાહેરાત સરકાર માર્ચમાં કરે છે. તેવામાં માર્ચ 2024માં તેને મંજૂરી મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news