નવી દિલ્હી: આઇટી કંપનીઓ ગૂગલ, માઇક્રોસોફ્ટ, વિપ્રો બાદ હવે ઓટો સેક્ટરમાંથી પણ કર્મચારીઓની છટણીનો ધમધમાટ શરૂ થયો છે. અમેરિકન કાર નિર્માતા ફોર્ડે સમગ્ર યુરોપમાં 3,200 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. આ સાથે કંપનીએ કેટલાક પ્રોડક્ટ ડેવલપમેન્ટ વર્કને યુએસમાં શિફ્ટ કરવાની યોજના બનાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, કંપની ડેવલપમેન્ટ વર્કમાં 2,500 અને એડમિન ડિપાર્ટમેન્ટમાં 700 જેટલી નોકરીઓ છટણી કરવા માંગે છે. ફોર્ડ કંપનીની આ છટણીથી જર્મનીના લોકોને સૌથી વધુ અસર થશે.


રાજકોટની શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે કરાવી જીવના જોખમે સફાઈ, VIDEO વાયરલ


યુરોપમાં 45 હજાર લોકોને અપાઈ રોજગારી 
અમેરિકન કાર નિર્માતા કોલોન સાઇટ પર લગભગ 14,000 લોકોને રોજગારી આપે છે. ફોર્ડ કંપની યુરોપમાં લગભગ 45,000 લોકોને રોજગારી આપે છે, હવે 7 નવા ઇલેક્ટ્રિક મોડલ લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે જર્મની અને તુર્કીમાં મેન્યુફેક્ચરિંગ સાઇટ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


કોંગ્રેસ એક્શન મોડમાં,પક્ષ વિરોધી પ્રવૃત્તિ મુદ્દે પ્રગતિ આહીર સહિત 2 નેતાઓ સસ્પેન્ડ


ગૂગલ અને માઇક્રોસોફ્ટે 22 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા
અગાઉ ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી આઈટી કંપનીઓએ હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ગયા અઠવાડિયે બે સૌથી મોટી ટેક કંપનીઓ ગૂગલ અને માઇક્રોસોફ્ટે વૈશ્વિક સ્તરે 22,000 કર્મચારીઓની છટણી કરી હતી. ગૂગલના સીઇઓ અને માઇક્રોસોફ્ટના સીઇઓ બંનેએ છટણીની સંપૂર્ણ જવાબદારી લીધી હતી અને સંકેત આપ્યો હતો કે કંપનીઓએ વર્ષોથી વધારે કામ કર્યું છે.


આ પછી ભારતની સૌથી મોટી આઈટી કંપનીમાંથી એક વિપ્રોએ 400 થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. આઇટી પહેલા, એમેઝોન, નેટફ્લિક્સ અને સેલ્સફોર્સ સહિતની ઘણી કંપનીઓએ આર્થિક સ્થિતિને ટાંકીને હજારો કર્મચારીઓની છટણી કરી હતી.