નવી દિલ્હી: ભારતનો વિદેશી મુદ્રા ભંડાર (Forex reserves) ફરી એકવાર નવી ઉંચાઈ પર પહોંચી ગયો છે. છેલ્લા અઠવાડીયે વિદેશી મુદ્રા ભંડાર 560.532 અબજ ડોલરના સ્તર પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 23 ઓક્ટોબર 2020ના રોજ પૂરા થયેલા અઠવાડીયામાં વિદેશી મુદ્રા ભંડાર 5.412 અબજ ડોલરથી વધીને 560.532 અબજ ડોલર થઈ ગયો. ત્યારે આ પહેલા 16 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભંડાર 3.615 અબજ ડોલર વધીને 555.12 અબજ ડોલર થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સતત 4 મહિનાથી નથી વધ્યા LPGના ભાવ, પરંતુ કોમર્શિયલ સિલિન્ડર માટે આપવા પડશે વધારે


કેમ વધ્યો વિદેશી મુદ્રા ભંડાર
વિદેશી મુદ્રા ભંડારમાં વધારાનું મુખ્ય કારણ ફોરેન કરેન્સી એસેટ્સ (FCA)માં વધારો થયો. આ દેશના વિદેશ મુદ્રા ભંડારનો ભોટો ભાગ છે. RBIના આંકડા અનુસાર FCAમાં ગત સપ્તાહ 2.202 અબજ ડોલરનો વધારો થયો અને આ 517.524 અબજ ડોલરના સ્તર પર આવી ગયો છે. ફોરેન કરેન્સી એસેટ્સને ડોલરના હિસાબમાં જોવામાં આવે છે. આમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી નોન-યુએસ કરન્સીમાં વધારો અને ઘટાડાની અસર શામેલ છે.


આ પણ વાંચો:- નવા અવતારમાં લોન્ચ થઇ હોંડા અમેઝ અને હોંડા WR-V, આ છે ખાસ ફીચર્સ


રિઝર્વ બેંકના ગોલ્ડ ભંડાર (Gold Reserve) આ દરમિયાન 17.5 કરોડ ડોલર વધી 36.86 અબજ ડોલર થયો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રી મુદ્રા કોષ (IMF)થી મળેલા વિશેષ આહરણ અધિકારી (SDR-Special Drawing Rights) 80 લાખ ડોલર વધીને 1.48 અબજ ડોલર થયો છે. ત્યારે IMFની પાસે જમાં દેશનો વિદેશ મુદ્રા ભંડાર પણ 2.7 કરોડ ડોલર વધી 4.66 અબજ ડોલર થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube