સતત 4 મહિનાથી નથી વધ્યા LPGના ભાવ, પરંતુ કોમર્શિયલ સિલિન્ડર માટે આપવા પડશે વધારે

LPG ગેસ સિલિન્ડરની કિંમત નવેમ્બરમાં પણ વધી નથી. ઓઇલ કંપનીઓ દર મહિનાની 1 તારીખે LPG સિલિન્ડરના ભાવ જાહેર કરે છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે સતત 4 મહિનાથી LPG સિલિન્ડરના ભાવ વધ્યા નથી

સતત 4 મહિનાથી નથી વધ્યા LPGના ભાવ, પરંતુ કોમર્શિયલ સિલિન્ડર માટે આપવા પડશે વધારે

નવી દિલ્હી: LPG ગેસ સિલિન્ડરની કિંમત નવેમ્બરમાં પણ વધી નથી. ઓઇલ કંપનીઓ દર મહિનાની 1 તારીખે LPG સિલિન્ડરના ભાવ જાહેર કરે છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે સતત 4 મહિનાથી LPG સિલિન્ડરના ભાવ વધ્યા નથી.

ગેસ સબ્સિડી LPG સિલિન્ડર (14.2 કિલોગ્રામ) ના ભાવ દેશમાં દરેક શહેરમાં જુદા જુદા હોય છે. પરંતુ છેલ્લા ચાર મહિનાથી તેમના ભાવમાં વધારો થયો નથી. આ પહેલા જૂન અને જુલાઈમાં સિલિન્ડરના ભાવમાં સમાન્ય વધારો થયો હતો. દિલ્હી અને મુંબઇમાં LPG સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ના ભાવ 594 રૂપિયા છે. IOCની વેબસાઈટ અનુસાર આ રહ્યાં LPGના ભાવ

14.2 કિલોના LPG સિલિન્ડરના ભાવ

શહેર સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર
દિલ્હી 594 594 594
મુંબઇ 594 594 594
કોલકાતા 620.50 620.50 620.50
ચેન્નાઈ 610 610 610
ગુજરાત 601 601 601

આ પાંચ મેટ્રો શહેરમાં દિલ્હી અને મુંબઇમાં સૌથી સસ્તા LPG સિલિન્ડર મળે છે, જ્યારે કોલકાતામાં સૌથી મોંઘો છે. હાલ સરકાર એક વર્ષમાં 12 LPG સિલિન્ડર પર સબ્સિડી આપે છે. તેનાથી વધારે LPG સિલિન્ડર પર સબ્સિડી મળતી નથી, તેના માટે સંપૂર્ણ કિંમત ચુકવવી પડશે. સરકાર સિલિન્ડર પર કેટલી સબ્સિડી આપે તેપણ ફિક્સ નથી. તે ઓઈલની કિંમતો, એક્સચેન્જ રેટ્સ જેવા ફેક્ટર્સ પર નિર્ભર કરે છે.

મોંઘો થયો કોમર્શિયલ LPG સિલિન્ડર
ભલે ઘરેલુ રસોઈ ગેસના ભાવ ના વધ્યા હોય પરંતુ કોમર્શિયલ સિલિન્ડર (19 કિલોગ્રામ)ના ભાવ નવેમ્બરમાં વધ્યા છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 78 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

19 કિલોના LPG સિલિન્ડરના ભાવ

શહેર ઓક્ટોબર નવેમ્બર
દિલ્હી 1,166 1,241
મુંબઇ 1,113.50 1,189.50
કોલકાતા 1,220 1,296
ચેન્નાઈ 1,276 1,354

આ ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ સૌથી વધારે 78 રૂપિયા વધ્યા છે. જ્યારે દિલ્હી અને મુંબઇમાં ભાવ 75 રૂપિયા વધ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news