નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થા (Economy) માટે ચિંતાજનક સમાચાર આવ્યાં છે. બીજા ત્રિમાસિકમાં વિકાસ દર (GDP) ઘટીને સાવ 4.5% પર પહોંચી ગયો છે. ઘટતા વિકાસ દર પર મહાન અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે (Manmohan Singh) કહ્યું કે આપણી અર્થવ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે આપણા સમાજની સ્થિતિ વધુ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે આપણે આપણી અર્થવ્યવસ્થામાં વર્તમાન ભયને ખતમ કરવાનો રહેશે. એવો આત્મવિશ્વાસ પેદા કરવાની જરૂર છે કે આપણી અર્થવ્યવસ્થા 8%ની ઝડપથી વધશે. અર્થવ્યવસ્થાની સ્થિતિ આપણા સમાજની સ્થિતિનું પ્રતિબિંબ છે. હાલ સામાજિક ભરોસાના તાણા-વાણા તૂટી ગયા છે જેને તાકીદે જોડવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્થિક મોરચે મોટા સમાચાર! બીજા ત્રિમાસિકમાં GDP 4.5%, ગત 6 મહિનામાં સૌથી નીચલા સ્તર પર


ડોક્ટર મનમોહન સિંહે  કહ્યું કે આજે બહાર પડેલા જીડીપીના આંકડા દર્શાવે છે કે વિકાસ દર ઘટીને 4.5% થઈ ગયો છે. જે સ્પષ્ટ રીતે નામંજૂર છે. આપણા દેશને 8-9 ટકા વિકાસ દરની આશા હતી. પહેલા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 5 ટકાના આંકડાથી સરકીને બીજા ત્રિમાસિકમાં 4.5% થઈ ગયો છે જે ચિંતાજનક વાત છે. ફક્ત આર્થિક નીતિઓમાં ફેરફારથી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર આવશે નહીં. આ અગાઉ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે અસફળ મોદીનોમિક્સ અને પકોડા ઈકોનોમિક્સ વિઝને ભારતીય અર્થવ્યવસ્થાને ઊંડી આર્થિક મંદીમાં ડૂબોડી દીધી છે. 


આર્થિક હાલતને લઈને મોદી સરકાર પર મનમોહન સિંહના પ્રહાર, જણાવ્યા મંદીના મુખ્ય કારણ


અત્રે જણાવવાનું કે તાજા જીડીપી આંકડા મુજબ આજે જાહેર થયેલો જીડીપીનો આંકડો 4.5% જાહેર કરાયો છે જે છેલ્લા 6 વર્ષમાં સૌથી નીચેના સ્તર પર છે. પહેલા ત્રિમાસિકમાં વિકાસ દર 5% રહ્યો હતો. બીજા ત્રિમાસિકમાં માઈનિંગ ગ્રોથ 0.1%, કન્સ્ટ્રક્શન ગ્રોથ 8.5%થી ઘટીને 3.3%, મેન્યુફેક્ચરીંગ ગ્રોથ 6.9%થી ઘટીને 1%, સર્વિસ સેક્ટર ગ્રોથ 7.3%થી ઘટીને 6.8%, ઈન્ડસ્ટ્રી ગ્રોથ 6.7%થી ઘટીને 0.5% રહ્યો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube