નવી દિલ્હીઃ આરબીઆઈના પૂર્વ ગવર્નર બિમલ જાલાને કહ્યું કે, ભારતીય ઇકોનોમી એક કે વર્ષમાં ગતિ પકડશે. તેમણે કહ્યું કે, અત્યારે ઇકોનોમીમાં સુસ્તી ચક્રીય છે, પરંતુ આગામી એક-બે વર્ષમાં વૃદ્ધિ દર ગતિ પકડશે. જાલાને કહ્યું કે, સરકાર ઘણા સુધારાની જાહેરાત કરવા માટે તૈયાર છે. હવે સવાલ તેના અમલનો છે વિશેષ રૂપથી રોકાણ કરવાની દ્રષ્ટિએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાલાને કહ્યું, 'વૃદ્ધિમાં સુસ્તી છે. એક કે બે વર્ષમાં ચોક્કસપણે અર્થવ્યવસ્થામાં સુધાર થશે. જાલાને સ્પષ્ટ કર્યું કે, આજની સ્થિતિ 1991ની તુલનામાં ઘણી અલગ છે. તે સમયે દેશના બહારના મોરચા પર ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ભારત આપીને કહ્યું, '1991ની તુલનામાં ભારત આજે ઘણું મજબૂત સ્થિતિમાં છે. જો તમે ફુગાવાનો દર જુઓ તો તે ઘણા નિચલા સ્તર પર છે. જો તમે વિદેશી મુદ્રા ભંડાર જુઓ તો તે ઘણા ઉચા સ્તર પર છે.' વૈશ્વિક અને ઘરેલૂ કારણોથી આઈએમએફ અને એશિયન વિકાસ બેન્ક (એડીબી)એ ભારતની વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો કર્યો છે. 


આઈએમએફના તાજા અનુમાન અનુસાર 2019મા ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 7 ટકા અને 2020મા 7.2 ટકા રહેશે. તો એડીબીએ ચાલુ વર્ષ માટે ભારતના વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 7 ટકા કરી દીધું છે. તે પૂછવા પર કે ખાનગી રોકાણ કેમ આવી રહ્યું નથી, જાલાને કહ્યું કે, આ નોટબંધી બાદનો પ્રભાવ હોઈ શકે છે કે તે લોકસભા ચૂંટણીના પરિણામની રાહ જોઈ રહ્યાં હતા. 

3 મહિનામાં વાહન ડીલરોએ 2 લાખ લોકોની છટણી કરીઃ ફાડા 


ખર્ચ મેનેજમેન્ટ કમિશનના પૂર્વ ચેરમેને વિદેશી સરકારી કર્જ વિશે પૂછવા પર કહ્યું કે, સરકાર પહેલા જાહેરાત કરી ચુકી છે કે તે 5 થી 20 વર્ષ માટે હશે. આ નાના સમયગાળા માટે ન હોવું જોઈએ.