3 મહિનામાં વાહન ડીલરોએ 2 લાખ લોકોની છટણી કરીઃ ફાડા

ફાડાના અધ્યક્ષ આશીષ હર્ષરાજ કાલેએ કહ્યું, 'વેચાણમાં ઘટાડાને કારણે ડીલરોની પાસે શ્રમબળમાં ઘટાડો કરવાનો વિકલ્પ બચ્યો હતો.' કાલેએ કહ્યું કે, સરકારે વાહન ઉદ્યોગને રાહત આપવા માટે જીએસટીમાં ઘટાડા જેવા ઉપાય કરવા જોઈએ. 
 

3 મહિનામાં વાહન ડીલરોએ 2 લાખ લોકોની છટણી કરીઃ ફાડા

નવી દિલ્હીઃ વાહનાના વેચાણમાં ભારે ઘટાડા વચ્ચે દેશભરમાં વાહન ડીલર મોટી સંખ્યામાં કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી રહ્યાં છે. ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (ફાડા)એ દાવો કર્યો કે છેલ્લા ત્રણ મહિના દરમિયાન રીટેઈલરોએ વેચાણમાં ભારે ઘટાડાને કારણે આશરે 2 લાખ કર્મચારીઓની છટણી કરી છે. ફાડાએ કહ્યું કે, નજીકના ભવિષ્યમાં સ્થિતિમાં સુધારની સંભાવના દેખાઈ રહી નથી, જેના કારણે વદુ શોરૂમ બંધ થઈ શકે છે અને છટણીનો સિલસિલો જારી રહી શકે છે. 

ફાડાના અધ્યક્ષ આશીષ હર્ષરાજ કાલેએ કહ્યું, 'વેચાણમાં ઘટાડાને કારણે ડીલરોની પાસે શ્રમબળમાં ઘટાડો કરવાનો વિકલ્પ બચ્યો હતો.' કાલેએ કહ્યું કે, સરકારે વાહન ઉદ્યોગને રાહત આપવા માટે જીએસટીમાં ઘટાડા જેવા ઉપાય કરવા જોઈએ. તેમણે કહ્યું, 'અત્યારે મોટા ભાગની છટણી ફ્રંટ એન્ડ વેચાણમાં થઈ રહી છે, પરંતુ સુસ્તીના કારણે આ વલણ ચાલું રહ્યું તો કેટનિકલ નોકરીઓ પણ પ્રભાવિત થઈ શકે છે.'

તે પૂછવા પર કે દેશભરમાં ડીલરશિપમાં કેટલી નોકરીનો ઘટાડો થયો છે, કાલેએ કહ્યું કે, અત્યાર સુધી 2 લાખ લોકોને બહાર કરવામાં આવ્યા છે. દેશભરમાં 15,000 ડીલરો દ્વારા સંચાલિત 26,000 વાહન શોરૂમોમાં આશરે 25 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળેલો છે. આ રીતે 25 લાખ લોકોને અપ્રત્યક્ષ રૂપથી આ ક્ષેત્રમાં રોજગાર મળી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news