નવી દિલ્લીઃ મંગળવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાની દિલ્લીમાં ઈલેક્ટ્રીક બસોને દોડાવવા માટે લીલી ઝંડી બતાવી હતી. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાણકારી આપી કે દિલ્લીના રસ્તા પર હવેથી 150 ઈલેક્ટ્રીક બસો ચાલુ થઈ ગઈ છે. તો આવતા દિવસોમાં દિલ્લી સરકાર વધુ 150 ઈલેક્ટ્રીક બસો દોડાવવાનું આયોજન કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈલેક્ટ્રીક બસમાં અનેક સુવિધાઓ-
ઝીરો સ્મોક અને ઝીરો એમિશનથી સજ્જ આ અત્યાધુનિક બસોમાં CCTV કેમેરા, GPS, 10 પેનિક બટન, દિવ્યાંગો માટે રેમ્પ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. અરવિંદ કેજરીવાલે આ પહેલા જાન્યુઆરી મહિનામાં 2 પ્રોટોટાઈપ ઈલેક્ટ્રીક બસોને લીલીઝંડી બતાવી હતી. 


દિલ્લીના આ રૂટ્સ પર દોડશે ઈલેક્ટ્રીક બસ-
દિલ્લીમાં દોડનારી આ 150 બસોની જાણવણી માટે મુંડેલકલા, રાજઘાટ અને રોહિણી સેક્ટર-37માં 3 ડેપોને સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રીક બસ ડેપોમાં બદલી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ બસોને પ્રસ્થાન કરાવ્યા પછી આ બસ દિલ્લીના મુખ્ય રસ્તા પર તીવર મુદ્રિકા, રૂટ નંબર 502 મોરી ગેટ અને મહરૌલી ટર્મિનલની વચ્ચે, રૂટ નંબર ઈ-44 આઈપી ડેપો, કનોટ પ્લેસ, સફદરગંજ, સાઉથ એક્સટેન્શન, આશ્રમ, જંગપુરા, ઈન્ડિયા ગેટના રસ્તા પર ચાલશે. 


3 દિવસ સુધી ઈલેક્ટ્રીક બસમાં મફતમાં મુસાફરી-
દિલ્લીના આ રસ્તા પર દોડતી ઈલેક્ટ્રીક બસમાં 3 દિવસ સુધી દિલ્લીના લોકો મફતમાં મુસાફરી કરી શકશે. 24 થી 26 મે સુધી કોઈપણ વ્યક્તિ આ બસનો મફતમાં લાભ લઈ શકશે. પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતએ જણાવ્યુ હતુ કે આ આપણા સૌ માટે મોટો દિવસ છે. દિલ્લી સરકાર હંમેશા પોતાના લોકોને ગ્રીનર મોડ પીએફ ટ્રાન્સપોર્ટ અને ઈવી પર સ્વિચ કરવા માટે પ્રોત્સાહન આપતી રહે છે. 


મફત મુસાફરી સાથે iPad જીતવાનો મોકો-
દિલ્લી સરકારની આ બસોમાં માત્ર મફત મુસાફરી જ નહીં પરંતુ તમે એક  iPad પણ જીતી શકો છે. કારણ કે દિલ્લી સરકારે લોકોને ઈલેક્ટ્રીક બસોમાં મુસાફરી કરવા પ્રેરિત કરવા માટે એક સ્પર્ધાની પણ જાહેરાત કરી છે. જેમાં દિલ્લી સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી સમયે એક સેલ્ફી ખેંચીને હૈશટેગ સાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરે. અને આ પોસ્ટ કરનારા લોકોમાંથી 3 લોકોને પસંદ કરવામાં આવશે, જેને દિલ્લી સરકાર દ્વારા iPad ભેટ રૂપે આપવામાં આવશે....