1 એપ્રિલથી Online Game રમવી પડશે મોંઘી, આ નિયમ લાગુ થવાથી ખિસ્સા પર ફરશે કાતર
Online Gaming: આ નિર્ણયનો વિરોધ ગેમિંગ સેક્ટર દ્વારા કરવામાં પણ આવ્યો હતો. 23 ફેબ્રુઆરીએ ત્રણ ઓનલાઈન ગેમિંગ સંસ્થા જેમાં ઇ ગેમિંગ ફેડરેશન, ઓલ ઇન્ડિયા ગિમિંગ ફેડરેશન અને ઇન્ડિયન ફેન્ટેસી સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે તેમણે સીબીડીટી ને ટીડીએસ વ્યવસ્થામાં ફેરફાર કરવા પર પુનઃ વિચાર કરવા માટે લેખિત અરજી કરી હતી.
Online Gaming: ઓનલાઇન ગેમિંગના શોખીન લોકોના ખિસ્સા પર એક એપ્રિલથી કાતર મુકાવવાની છે. કારણ કે એક એપ્રિલથી ઓનલાઇન ગેમિંગ મોંઘી પડશે. ઓનલાઇન ગેમિંગ એપ્લિકેશન પર એક એપ્રિલ 2023 થી ટીડીએસ લાગુ થશે. જે પહેલા એક જુલાઈ 2023 થી લાગુ કરવાની વાત હતી તે હવે એક એપ્રિલ થી જ લાગુ થશે.
આ નિર્ણયનો વિરોધ ગેમિંગ સેક્ટર દ્વારા કરવામાં પણ આવ્યો હતો. 23 ફેબ્રુઆરીએ ત્રણ ઓનલાઈન ગેમિંગ સંસ્થા જેમાં ઇ ગેમિંગ ફેડરેશન, ઓલ ઇન્ડિયા ગિમિંગ ફેડરેશન અને ઇન્ડિયન ફેન્ટેસી સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે તેમણે સીબીડીટી ને ટીડીએસ વ્યવસ્થામાં ફેરફાર કરવા પર પુનઃ વિચાર કરવા માટે લેખિત અરજી કરી હતી. આ પહેલા 9 ફેબ્રુઆરીએ પીએમઓને પત્ર લખીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:
7 દિવસમાં પૂરાં કરી લેજો આ 5 કામ, ITની નોટિસ આવવાની સાથે હજારો રૂપિયાનો આવશે દંડ
Gold Rate Today : સોના-ચાંદીના ભાવ ફરી આસમાને, 10 ગ્રામ સોનાના ભાવ બજેટની બહાર
LICની વધશે મુશ્કેલીઓ ! મુકેશ અંબાણી ઈન્સ્યોરન્સ સેક્ટરમાં મચાવશે ખળભળાટ
આ રજૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે ઓનલાઈન ગેમિંગને ગેમ્બલિંગ, હોર્સ રેસિંગ અને કસીનો સાથે જોડીને નિર્ણય ન લેવામાં આવે. કારણ કે આ સેક્ટર્સ પર જીએસટી પણ સૌથી વધુ લાગુ થાય છે. હાલના સમયમાં ઓનલાઇન ગેમિંગ ની કંપનીઓને દરેક ટ્રાન્ઝેક્શનમાં 10,000 રૂપિયાથી વધુની ઇનામની રકમ જીતવા પર 30% ટીડીએસ ચાર્જ કરે છે. 10000 રૂપિયાની મર્યાદા 1 એપ્રિલથી જળવાઈ રહેશે તેમાં મહત્વની વાત એ છે કે આ નિયમ યુઝરની વાર્ષિક કમાઈ ઉપર પણ લાગુ થશે.
નિષ્ણાતોનું કહેવું છે કે ઓનલાઇન ગેમિંગ ભારત માટે ન્યુ એજ એક્સપોર્ટ ઇકોનોમી બની શકે છે. પરંતુ 28% જીએસટી લગાવવું આ સેક્ટરને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. તેમનું કહેવું છે કે આ સેક્ટરમાં ઘણી કંપની શરૂઆતના ચરણમાં છે. તેવામાં ટેક્સ ડરોમાં થયેલો વધારો કંપનીની આગળ વધવાની ક્ષમતાને અસર કરી શકે છે.