Income Tax : 7 દિવસમાં પૂરાં કરી લેજો આ 5 કામ, ITની નોટિસ આવવાની સાથે હજારો રૂપિયાનો આવશે દંડ

નવું નાણાકીય વર્ષ 2023-24 1લી એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે અને વર્તમાન નાણાકીય વર્ષના ઘણા કામો છે જેને  પહેલાં પતાવવાની જરૂર છે. જો કે મોટાભાગના કરદાતાઓએ તમામ કામગીરી પૂર્ણ કરી લીધી છે

Income Tax : 7 દિવસમાં પૂરાં કરી લેજો આ 5 કામ, ITની નોટિસ આવવાની સાથે હજારો રૂપિયાનો આવશે દંડ

ઝી ન્યૂઝ/નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થવામાં હવે માત્ર એક સપ્તાહ બાકી છે. ઈન્કમટેક્સ બચાવવાની પણ આ છેલ્લી તક છે. તમામ કરદાતાઓએ આગામી 7 દિવસમાં આવકવેરા સંબંધિત 5 કાર્યોને પતાવટ કરવી એ જરૂરી છે. જો તમે આમાં ભૂલ કરો છો, તો તમને આવકવેરા વિભાગ તરફથી ન માત્ર નોટિસ મળી શકે છે, પરંતુ તમને હજારો રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે. તેની અંતિમ તારીખ માર્ચ 31, 2023 છે.

વાસ્તવમાં, નવું નાણાકીય વર્ષ 2023-24 1લી એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે અને વર્તમાન નાણાકીય વર્ષના ઘણા કામો છે જેને  પહેલાં પતાવવાની જરૂર છે. જો કે મોટાભાગના કરદાતાઓએ તમામ કામગીરી પૂર્ણ કરી લીધી છે, પરંતુ જેમણે હજી સુધી તે કર્યું નથી, તેમની પાસે 5 મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા માટે માત્ર 31 માર્ચ સુધીનો સમય છે.

વીમા પોલિસી માટે ફોર્મ 12BB સબમિશન
જો તમારી પાસે એવી વીમા પોલિસી છે કે જેનું પ્રીમિયમ રૂ. 5 લાખથી વધુ છે, તો 1 એપ્રિલ પછી તેની પાકતી રકમ પર કોઈ ટેક્સ છૂટ મળશે નહીં. તેથી તમે 31 માર્ચ પહેલા તેનું પ્રીમિયમ ભરીને કર મુક્તિનો લાભ લઈ શકો છો. આ પછી, તમારે નવા નિયમ મુજબ પ્રીમિયમ પર ટેક્સ ચૂકવવો પડશે. જો તમે પગારદાર વ્યક્તિ છો તો તમારે 31મી માર્ચ પહેલા ફોર્મ 12BB સબમિટ કરવાનું રહેશે. તેમાં એચઆરએ, એલટીસી હોમ લોનના વ્યાજ વગેરેની વિગતો આપીને ટેક્સમાં છૂટ મેળવી શકાય છે.

સૌથી મહત્વપૂર્ણ કાર્ય પાન-આધાર લિંક
31 માર્ચ પહેલાં તમારા માટે સૌથી મહત્વપૂર્ણ કામ PAN અને આધારને લિંક કરવાનું છે. અત્યાર સુધીમાં, લગભગ 20 ટકા PAN ધારકોએ આ કાર્ય પૂર્ણ કર્યું નથી. હવે આ કામ 1000 રૂપિયા ચૂકવીને કરી શકાય છે. જો તમે આ સમય ચૂકી જશો તો 1 એપ્રિલથી તમારું PAN અમાન્ય થઈ જશે. પછી તમે ન તો ITR ભરી શકશો અને ન તો બેંક ખાતું ખોલાવી શકશો.

એડવાન્સ ટેક્સ તમને દંડથી બચાવશે
જે કરદાતાઓની કર જવાબદારી TDS/TCS અને MAT બાદ કર્યા પછી પણ રૂ. 10,000 કરતાં વધી જાય છે, તેમણે દર વર્ષે 4 હપ્તામાં એડવાન્સ ટેક્સ ચૂકવવો પડે છે. જો કે કરદાતાઓએ 15 માર્ચ સુધીમાં તેમનો સંપૂર્ણ 100 ટકા એડવાન્સ ટેક્સ ભરવાનો હતો, પરંતુ જો તેઓ ચૂકી ગયા હોય, તો તેઓ 31 માર્ચ સુધીમાં આ કામ પૂર્ણ કરી શકે છે. જો તમે આ ચૂકી જાઓ છો, તો તમારે વ્યાજની સાથે ટેક્સ ચૂકવવો પડી શકે છે.

ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટનું કામ પૂર્ણ કરો
ટેક્સ બચાવવા માટે કરદાતાઓ દર વર્ષે વિવિધ યોજનાઓમાં રોકાણ કરે છે. જો તમારો આ ટાર્ગેટ હજુ પૂરો નથી થયો તો 31 માર્ચ સુધીનો જ સમય છે. તમારે આ સમયમર્યાદામાં 2022-23 માટેના તમામ કર બચત રોકાણો પૂર્ણ કરવા પડશે. આ પછી કરવામાં આવેલ રોકાણ આગામી નાણાકીય વર્ષમાં ઉમેરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news