નવી દિલ્હીઃ આ વર્ષે ઘણા ફેરફાર થઈ રહ્યાં છે. બેન્કિંગ સેક્ટર (Banking Sector) પણ તેમાંથી બાકાત નથી. પરંતુ આ ફેરફાર સકારાત્મક છે, જેમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ને  24x7x365 ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. હવે RTGSના માધ્યમથી ચોવીસ કલાક પૈસા ટ્રામ્સફર કરી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ શું છે સિસ્ટમ?
વર્તમાનમાં RTGS સિસ્ટમ મહિનાના બીજા અને ચોથા શનિવારને છોડીને સપ્તાહના બધા કામકાજ દિવસોમાં સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી ઉપલબ્ધ હતું. પરંતુ હવે  24x7 આ સુવિધાનો લાભ ઉઠાવી શકાશે. પાછલા વર્ષે NEFTસેવા 24 કલાક મળવાની શરૂ થઈ હતી. પાછલા વર્ષે ડિસેમ્બરમાં નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) સિસ્ટમને 24x7 મોડમાં લાગૂ કરવામાં આવી હતી. 


રેલવે સાથે વ્યવસાય કરવાનું સપનું થશે સાકાર, જાણો કેવી રીતે થશે લાખોની કમાણી


આરબીઆઈએ શું કહ્યું?
ભારતીય નાણાકીય બજારોના વૈશ્વિક એકીકરણના લક્ષ્યને સમર્થન આપવા માટે ચાલી રહેલા કામોને સમર્થન આપવા, ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોને વિકસિત કરવાના પ્રયાસો અને ઘરેલૂ કોર્પોરેટર અને સંસ્થાઓ માટે મોટા સ્તર પરચુકવણીની ફ્લેક્સિબિટી ઉપલબ્ધ કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


મોટા કામની છે RTGS સર્વિસ
RTGS  એટલે કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ દ્વારા તત્કાલ ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. આ મોટા ટ્રાન્ઝેક્શનમાં કામ આવે છે. RTGS દ્વારા 2 લાખ રૂપિયાથી ઓછા અમાઉન્ટને ટ્રાન્સફર કરી શકાય નહીં. તેને ઓનલાઇન અને બેન્ક બ્રાન્ચ બંન્ને માધ્યમોથી ઉપયોગ કરી શકાય છે. તેમાં કોઈ પ્રકારના ફંડ ટ્રાન્સફર ચાર્જ નથી. પરંતુ બ્રાન્ચમાં RTGSથી ફંડ ટ્રાન્સફર કરાવવા પર ચાર્જ આપવો પડશે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube