રેલવે સાથે વ્યવસાય કરવાનું સપનું થશે સાકાર, જાણો કેવી રીતે થશે લાખોની કમાણી

જો તમે પણ નાના મૂડી સાથે નવો ધંધો શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. ભારતીય રેલવે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને સ્વનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તેના ભાગીદાર બનવાની તક આપી રહી છે.

રેલવે સાથે વ્યવસાય કરવાનું સપનું થશે સાકાર, જાણો કેવી રીતે થશે લાખોની કમાણી

નવી દિલ્હી: જો તમે નાની મૂડી સાથે નવો ધંધો (New Business) શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. સ્વનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતીય રેલવ (Indian Railways)એ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને તેના ભાગીદાર બનવાની તક આપી રહી છે. તમે પણ નાની મૂડી (Small Capital) દ્વારા રેલવે સાથે જોડાઈ નફાકારક વ્યવસાય (Profitable Business) પણ શરૂ કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે...

અહીં રજિસ્ટ્રેશન કરાવવું પડશે
ભારતીય રેલવે વાર્ષિક 70,000 કરોડ રૂપિયાના ઉત્પાદનો ખરીદે છે. આ ઉત્પાદનોમાં ટેક્નિકલ (Technical) અને ઇજનેરી ઉત્પાદનોની (Engineering Products) સાથે દૈનિક ઉપયોગ (Daily Use Product)ના લગભગ તમામ પ્રકારના ઉત્પાદનો શામેલ છે. આવી સ્થિતિમાં, તમે તમારા વ્યવસાયને નાના વ્યવસાય તરીકે રેલવેને વેચીને તમારી આવક વધારી શકો છો. જો તમે પણ રેલવે સાથે ધંધો કરવા માંગો છો, તો તમારે પહેલા https://ireps.gov.in અને https://gem.gov.in પર નોંધણી કરાવવી પડશે.

આ રીતે શરૂઆત કરો તમારા વ્યવસાયની
રેલવે કોઈપણ ઉત્પાદન તે કંપનીમાંથી ખરીદે છે જે બજારમાં સસ્તી ચીજવસ્તુઓ સપ્લાય કરે છે. આવી સ્થિતિમાં, તમારે કોઈ ઉત્પાદનની તપાસ કરવાની રહેશે જે તમને કોઇ કંપની અથવા બજારમાંથી સરળતાથી અને સસ્તી કિંમતે મળી જાય. ત્યારબાદ તમે ડિજિટલ સિગ્નેચર (Digital Signature) બનાવો. તેની સહાયથી તમે રેલવે વેબસાઇટ પર જઇને નવા ટેન્ડર જોઇ શકશો. તમારી કિંમત અને લાભના આધારે ટેન્ડર દાખલ કરો. ધ્યાનમાં રાખો કે જો તમારા દર સ્પર્ધાત્મક છે, તો તમારા માટે ટેન્ડર મેળવવું સરળ રહેશે. રેલવે સેવાના પુરવઠા માટે કેટલીક તકનીકી લાયકાતની માંગ કરે છે.

રેલવે લોકલ પ્રોડક્ટ્સને આપી રહ્યું છે પ્રોત્સાહન
રેલવેએ ઘરેલું ઉત્પાદકો (Domestic Manufacturers)ને પ્રોત્સાહન આપવા માટે સ્પષ્ટ, પારદર્શક, ન્યાયી ખરીદી પ્રણાલીને પ્રોત્સાહન આપ્યું છે. મેક ઈન ઈન્ડિયા નીતિ હેઠળ ફક્ત રેલવેએ તેના વૈગન (Wagons), ટ્રેક (Tracks) અને એલએચબી ડબ્બા (LHB coaches)ના ટેન્ડરમાં 50 ટકાથી વધુ સ્થાનિક ઉત્પાદનો ધરાવતા સપ્લાયર્સ ભાગ લઈ શકશે. તે જ સમયે, 'વંદે ભારત' ટ્રેન સેટ માટેના 75 ટકા ઇલેક્ટ્રિક સામાન મેક ઇન ઇન્ડિયા હેઠળ ખરીદવામાં આવશે.

MSMEને આપી રહ્યા છે પ્રોત્સાહન
રેલવેએ એમએસએમઇને પ્રોત્સાહન આપવા મોટો નિર્ણય લીધો છે. કોઈપણ રેલવે ટેન્ડરના 25 ટકા સુધીની ખરીદીમાં એમએસએમઇને 15 ટકા સુધીની પ્રાથમિકતા મળશે. આ ઉપરાંત નાના ઉદ્યોગોને હેરિટેજ ડિપોઝિટ અને સિક્યોરિટી ડિપોઝિટની રકમ જમા કરવાની શરતોમાં પણ છૂટ આપવામાં આવી છે.

નવા રજિસ્ટ્રેશનની જરૂરિયાત નથી
જો કોઈ સપ્લાયર રેલવેની કોઇ એક એજન્સીમાં કોઇ પ્રોડક્ટ સપ્લાય કરાવવા માટે રજિસ્ટ્રેશન (Supplier Registers) કરાવી લે છે તો તે સંપૂર્ણ રેલવેમાં ઉત્પાદનના સપ્લાય માટે નોંધણી તરીકે માનવામાં આવશે. નવા રજિસ્ટ્રેશનની જરૂરિયાત રહેશે નહીં. એકવાર રજિસ્ટર થયા પછી, તમે રેલવે સાથે વ્યવસાય શરૂ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news