IMPS money transfer rules: જો ઇમીડિએટ પેમેન્ટ સર્વિસ  (IMPS)દ્વારા પૈસા ટ્રાન્સફર કરો છો તો આ સમાચાર તમારા કામની છે. હકીકતમાં આગામી એક ફેબ્રુઆરીથી  IMPS થી પૈસા ટ્રાન્સફર કરવાના એક નિયમમાં ફેરફાર થવાનો છે. હવે તમે IMPS દ્વારા બેનિફિશયલને જોડ્યા વગર બેન્ક ખાતામાં 5 લાખ રૂપિયા સુધી મોકલી શકશો. સરળ ભાષામાં સમજો તો IMPS થી પૈસા ટ્રાન્સફર કરવા માટે હવે તમારે લાભાર્થીના એકાઉન્ટ નંબર અને IFSC કોડની જરૂર હશે નહીં. હવે તમે માત્ર બેન્કનું નામ અને લાભાર્થીના મોબાઈલ નંબર એન્ટર કરી પૈસા મોકલી શકશો. નોંધનીય છે કે અત્યાર સુધી ખાતાથી બીજા ખાતામાં IMPS દ્વારા મોટી રકમ મોકલવાની થાય તો તે પહેલા લાભાર્થીનું નામ, એકાઉન્ટ નંબર અને IFSC કોડ એન્ટર કરવો પડતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલા વર્ષે આવ્યો હતો સર્કુલર
પાછલા વર્ષે ઓક્ટોબર મહિનામાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ એક સર્કુલર જાહેર કર્યો હતો. આ સર્કુલરમાં 31 જાન્યુઆરી 2024 સુધી તમામ IMPS ચેનલો પર મોબાઈલ નંબર + બેન્ક નામ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા અને સ્વીકાર કરવાનું કહેવામાં આવ્યું હતું. સર્કુલર પ્રમાણે બેન્ક, મોબાઈલ બેન્કિંગ અને ઈન્ટરનેટ બેન્કિંગ ચેનલો પર ચુકવણીકાર/લાભાર્થીના રૂપમાં સફળતાપૂર્વક માન્ય મોબાઈલ નંબર સિવાય બેન્ક નામને જોડવાનો ઓપ્શન આપશે. એનપીસીઆઈ પ્રમાણે લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જે નામ હશે, તેના આધાર પર વેરિફિકેશન કરી શકાશે.


આ પણ વાંચોઃ DA Hike: 50% છોડો... શૂન્ય એટલે કે 0 થઈ જશે મોંઘવારી ભથ્થું! જાણો કારણ


આ ધ્યાન રાખવું છે જરૂરી
જ્યારે પણ તમે IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા જઈ રહ્યાં છો તો તે પહેલા ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલી વાત છે કે જે વ્યક્તિ એટલે કે લાભાર્થીને પૈસા મોકલવા છે તેના નામ અને મોબાઈલ નંબરને એકથી વધુ વાર કન્ફર્મ કરી લો. વેરિફાઈ થયા બાદ પૈસા મોકલવા યોગ્ય રહેશે. આ સિવાય કોઈ અન્ય અજાણ્યા વ્યક્તિને તમારા ડેબિડ કાર્ડની માહિતી (કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને સીવીવી નંબર) શેર ન કરો. જો તમારી પાસે કોઈપણ પ્રકારનો વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP હોય, તો તેને શેર કરશો નહીં. તેમજ અજાણ્યા નંબર પર SMS ફોરવર્ડ કરશો નહીં અને તમારો નેટ/મોબાઇલ બેંકિંગ લોગિન પાસવર્ડ શેર કરશો નહીં.