Personal Finance Rules Change: નવા વર્ષની શરૂઆત સાથે જ તમારા પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાઈ ગયા છે. વર્ષ 2024માં તમારા ખિસ્સા પર અસર થવાની છે. આજથી થઈ રહેલા કેટલાક ફેરફારો તમારા માટે ફાયદાકારક રહેશે જ્યારે કેટલાક તમારા ખિસ્સા પર બોજ વધારશે. બચત યોજનાઓ પર વ્યાજ દરોથી લઈને કારની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેના વિશે તમારે જાણવું જોઈએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષે સરકારે આપી મોટી ભીટ, 450 રૂપિયામાં મળશે Ujjwala Gas Cylinder
આજથી બંધ થઇ જશે ઇનએક્ટિવ UPI ID's, યૂઝર્સ કરી શકશે નહી એક પણ ટ્રાંજેક્શન


સ્મોલ સેવિંગમાં ફાયદા
જો તમે નાની બચતમાં પૈસા રોકો છો તો હવે તમને ફાયદો થવાનો છે. સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં 0.20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 3 વર્ષની ડિપોઝિટ સ્કીમના વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. સરકારે જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર અને ત્રણ વર્ષ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણો પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે જે લોકો આ નાની બચત યોજનાઓમાં નાણાં રોકશે તેમને વધુ વળતર મળશે. 1 જાન્યુઆરી, 2024થી સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.2 ટકા અને 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.1 ટકા વ્યાજ મળશે.


નવા વર્ષે ભીડમાં જવાનું ટાળો, 7 મહિનામાં પહેલીવાર 1 દિવસમાં 800 ને પાર આંકડો 
મારી લો શરત... આખા ગામની ખબર હશે પણ આ ખબર નહી હોય? આટલા સમયમાં બગડી જાય છે પેટ્રોલ


વીમો થયો સરળ 
નવા વર્ષમાં વીમા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વીમા નિયમનકાર IRDAIએ તમામ વીમા કંપનીઓને રિવાઇઝડ કસ્ટમર ઇંફોર્મેશન સીટ જારી કરવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે CISમાં વીમા સંબંધિત તમામ માહિતી હોય છે. IRDA એ તમામ વીમા કંપનીઓને 1 જાન્યુઆરી, 2024 થી CIS માં આપવામાં આવેલી માહિતી સરળ અને આસાન ભાષામાં પ્રદાન કરવા જણાવ્યું છે, જેથી લોકો વીમા સંબંધિત તમામ નિયમો અને શરતોને યોગ્ય રીતે સમજી શકે.


આજથી બંધ થઇ જશે ઇનએક્ટિવ UPI ID's, યૂઝર્સ કરી શકશે નહી એક પણ ટ્રાંજેક્શન
1 જાન્યુઆરીથી આજે બદલાઇ ગયા આ નિયમો, તાત્કાલિક વાંચી લો, નહીંતર પડશે મુશ્કેલીઓ


કાર ખરીદવી બની મોંઘી
નવા વર્ષમાં કાર ખરીદવી મોંઘી થઈ ગઈ છે. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મર્સિડીઝ બેન્ઝ અને ઓડી જેવી કંપનીઓએ નવા વર્ષમાં કારની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. વધતી જતી કિંમતોને કારણે કંપનીઓએ કારની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે.


જાન્યુઆરીમાં આ 3 રાશિવાળાની નિકળી શકે છે લોટરી, આ ગ્રહોની કૃપાથી થશો માલામાલ
સૌભાગ્યશાળી મહિલાઓમાં આવી હોય છે વિશેષતાઓ, માતા-પિતા, પ્રેમી, પતિ માટે હોય છે લકી


લોકર કરાર
સુધારેલ બેંક લોકર કરાર સબમિટ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2023 હતી. જો તમે આ સમયમર્યાદા ચૂકી જાઓ છો, તો બેંક તમારું લોકર ફ્રીઝ કરી શકે છે. જો તમે પણ તે લોકોમાંથી છો જેઓ આ સમયમર્યાદા ચૂકી ગયા છે, તો હવે બેંક તમને લોકર સુધી પહોંચવાથી રોકી શકે છે. તમારા પર સપ્લીમેંટ્રી ચાર્જીસ લાદવામાં આવી શકે છે. એવામાં, લોકર કરાર સાથે તરત જ તમારી બેંકનો સંપર્ક કરો.


કરોડપતિમાંથી રોડ પર રખડતા કરી દેશે તમારી આ 3 ખરાબ ટેવો, ક્યારેય ટકશે નહી લક્ષ્મી
નવા વર્ષે સરકારે આપી મોટી ભીટ, 450 રૂપિયામાં મળશે Ujjwala Gas Cylinder


મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાધારકોને રાહત
ડીમેટ ખાતામાં નોમિનેશન કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરે પૂરી થઈ રહી હતી, પરંતુ માર્કેટ રેગ્યુલેટર સેબીએ હવે મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટમાં નોમિનેશનની છેલ્લી તારીખ વધારીને 30 જૂન, 2024 કરી છે. જો તમે હજી સુધી તમારા ડીમેટ ખાતામાં નોમિની ઉમેર્યા નથી, તો તે પૂર્ણ કરો, અન્યથા તમે 30 જૂન પછી શેર ખરીદી શકશો નહીં.


નાસ્ત્રેદેમસની 2024 માટે ભારત માટે ભવિષ્યવાણી, યુદ્ધથી માંડીને તબાહીની કરી છે આગાહી
ભૂતકાળમાં સાચી પડી છે તો શું 2024 માં સાચી પડશે આ ડરામણી ભવિષ્યવાણીઓ ? વાંચી લો