Petrol Diesel Price: દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમત ઘણા સમયથી સ્થિર છે. તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા નથી. છેલ્લા કેલાક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ના વધ્યા છે અને ના ઘટ્યા છે. જોકે, બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચ્ચા તેલના ભાવમાં ઘટાડો જોવા મલી રહ્યો છે. આ વચ્ચે સરકારે ઇન્ટરનેશનલ ભાવમાં ઘટાડા સાથે દેશમાં ઉત્પાદિત કાચ્ચા તેલ પર અનપેક્ષિત લાભમાં ઘટાડો કર્યો છે. સાથે જ ડીઝલ અને વિમાન ઇંધણના નિકાસ પર લગતા ચાર્જ પણ ઘટાડ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલા થયા ભાવ
સરકારે પાંચમા પખવાડિયાની સમીક્ષામાં ઘરેલું સ્તર પર ઉત્પાદિત કાચ્ચા તેલ પર 13,3000 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડી 10,500 રૂપિયા પ્રતિ ટન કર્યા છે. નાણા મંત્રાલયની અધિસૂચના અનુસાર ડીઝલના નિકાસ પર ચાર્જ 13.5 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડી 10 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- 'નવા ભારતમાં મહિલા શક્તિનો પરચમ', જન્મદિવસ પર PM મોદીએ કેમ કહી આ વાત


6 મહિનાથી નિચલા સ્તર પર કિંમતો
સાથે જ વિમાન ઇંધણ નિકાસ પર ચાર્જ 9 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 5 રૂપિયા લીટર કરવામાં આવ્યા છે. નવા ભાવ 17 સપ્ટેમ્બરથી પ્રભાવમાં આવશે. ઇન્ટરનેશનલ બજારમાં કાચ્ચા તેલના ભાવ ઘટી 6 મહિનાના નિચાલ સ્તર પર આવી ગયા છે. તેનું કારણ અનપેક્ષિત લાભ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- શુભમને અચાનક છોડ્યો Gujarat Titans નો સાથ? આ IPL ટીમથી જોડાવાના મળ્યા સંકેત


અનપેક્ષિત લાભ પર ટેક્સ
ભારત દ્વારા ખરીદવામાં આવતા કચ્ચા તેલનું સરેરાશ મૂલ્ય સપ્ટેમ્બરમાં 92.67 ડોલર પ્રતિ બેરલ રહ્યું જે ગત મહિનામાં 97.40 ડોલર પ્રતિ બેરલ હતું. ભારતે સૌથી પહેલા એક જુલાઈના અનપેક્ષિત લાભ ટેક્સ લગાવ્યો હતો. આ સાથે ભારત તે દેશોમાં શામેલ થયો, જ્યાં ઉર્જા કંપનીઓને થતા અનપેક્ષિત લાભ પર ટેક્સ લગાવી રહ્યા હતા. જોકે, ત્યારબાદથી ઇન્ટરનેશનલ બજારમાં કચ્ચા તેલના ભાવ નરમ થયા છે.
(ઇનપુટ: ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube