Shubman Gill: શુભમને અચાનક છોડ્યો Gujarat Titans નો સાથ? આ IPL ટીમથી જોડાવાના મળ્યા સંકેત

Gujarat Titans: ગુજરાત ટાઈટન્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું છે, જેને શુભમન ગિલના ગુજરાત ટાઈટન્સથી અલગ થવા તરીકે જોવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેના નવી IPL ટીમ સાથે જોડાવવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

Shubman Gill: શુભમને અચાનક છોડ્યો Gujarat Titans નો સાથ? આ IPL ટીમથી જોડાવાના મળ્યા સંકેત

Shubman Gill Gujarat Titans: IPL 2022 નો ખિતાબ ગુજરાત ટાઈટન્સે જીત્યો હતો. આઇપીએલ 2022 માં ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલને કમાલની રમત દેખાડી છે. તેમણે ગુજરાતને ટ્રોફી જીતાડવામાં મહત્વીની ભૂમિકા ભજવી છે. હવે ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીએ ટ્વિટર પર એક ટ્વીટ શેર કર્યું છે. જેમાં શુભમન ગિલના ગુજરાત ટાઈટન્સથી અલગ થવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે શુભમન ગિલના અન્ય IPL ટીમ સાથે જોડવાવાના સંકેત મળી રહ્યા છે.

ગુજરાત ટાઈટન્સે કર્યું આ ટ્વીટ
ગુજરાત ટાઈટન્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરી લખ્યું- તમારી આ સફર યાદગાર રહી છે. તમારા આગામી ભવિષ્ય માટે શુભેચ્છાઓ. તેને શુભમન ગિલ અને ગુજરાત ટાઈટન્સના અલગ થવા પર જોવામાં આવી રહ્યું છે. શુભમન ગિલે પણ તેનો રિપ્લાય આપતા હાર્ટવાળું ઇમોજી મોકલ્યું છે. ગિલને આઇપીએલ 2022 માં ગુજરાત ટાઈટન્સની ટીમે 8 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો હતો.

આ પણ વાંચો:- આ એક્ટ્રેસ સંભળાવ્યો Casting Couch નો ઘૃણાસ્પદ કિસ્સો! કહ્યું- આ ઇન્ડસ્ટ્રીના મર્દ

આ ટીમ સાથે જોડાવવાના સંકેત
શુભમન ગિલના ટ્વીટ પર KKR ટીમે રિપ્લાય આપ્યો છે. જમાં તેના KKR સાથે જોડાવવાના સંકેત મળ્યા છે. શુભમન ગિલ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે ફેમસ છે. જ્યારે તે પોતાની લયમાં હોય છે ત્યારે કોઈપણ બોલિંગ આક્રમણની ધજ્જીયા ઉડાવી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે પ્રવાસ પર તેમણે કમાલની રમત દેખાડી હતી અને ખતરનાક પ્રદર્શનના દમ પર પ્લેયર ઓફ ધ સીરિઝ એવોર્ડ પણ જીત્યો હતો. ગિલે ભારત માટે 9 વન-ડે મેચમાં 499 રન અને 11 ટેસ્ટ મેચમાં 579 રન બનાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news