65 રૂપિયાનો શેર તૂટીને 81 પૈસા પર આવી ગયો, હવે વેચાશે નાદાર કંપની
ફ્યૂચર ગ્રુપની નાદાર કંપની ફ્યૂચર એન્ટરપ્રાઇઝને એકમાત્ર ખરીદદાર મળ્યું છે. આ કંપનીને ખરીદવામાં કોલકત્તાની સ્ટીલ ટ્યૂબ નિર્માતા કંપની જિંદગ લિમિટેડે રસ દાખવ્યો છે.
Future Enterprises Share: ફ્યૂચર ગ્રુપની નાદાર કંપની ફ્યૂચર એન્ટરપ્રાઇઝને એકમાત્ર ખરીદદાર મળ્યો છે. આ કંપનીને ખરીદવામાં કોલકત્તાની સ્ટીલ ટ્યૂબ અને પાઇપ નિર્માતા કંપની જિંદલ (ઈન્ડિયા) લિમિટેડે રસ દાખવ્યો છે. બીસી જિંદલ સમૂહની આ કંપની એકમાત્ર બોલીદાતાના રૂપમાં ઉભરી છે. ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે જિંદલના પ્રસ્તાવને લેણદારોને સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ફ્યૂચર એન્ટરપ્રાઇઝ માટે સમાધાન યોજના જમા કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર હતી.
અંબાણીની કંપની પણ હતી રેસમાં
મુકેશ અંબાણીના નિયંત્રણવાળી રિલાયન્સ રિટેલ પહેલા કંપનીના અધીગ્રહણની દોડમાં હતી. રિલાયન્સ રિટેલે ફ્યૂચર એન્ટરપ્રાઇઝ માટે પોતાની બોલી પર નિર્ણય લેવા માટે 30 ઓક્ટોબર સુધીનો સમય માંગ્યો હતો. ત્યારબાદ તેના પર કોઈ અપડેટ આપ્યું નથી. નોંધનીય છે કે આ વર્ષે જુલાઈમાં ફ્યૂચર એન્ટરપ્રાઇઝે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે તેણે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ, જિંદલ (ઈન્ડિયા) લિમિટેડ અને ડોનિયર ઈન્ડસ્ટ્રિઝની માલિકીવાળી કપડા નિર્માતા જીબીટીએલ લિમિટેડ પાસેથી સમાધાન યોજનાઓ પ્રાપ્ત થઈ હતી.
આ પણ વાંચોઃ 16 નવેમ્બરે આવી રહ્યો છે વધુ એક IPO,દાવ લગાવવા થઈ જાવ તૈયાર
કેટલું છે દેવું
ફ્યૂચર એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો તેના પર સેન્ટ્રલ બેન્ક ઓપ ઈન્ડિયા અને તેની શાખા સેન્ટબેન્ક ફાઈનાન્શિયલ સર્વિસના નેતૃત્વવાળા લેન્ડર્સના કુલ 12265 કરોડ રૂપિયા બાકી છે. જંગી દેવું જોતાં, 27 ફેબ્રુઆરીએ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ કિશોર બિયાનીના ફ્યુચર એન્ટરપ્રાઇઝિસને કોર્પોરેટ નાદારી માટે સ્વીકાર્યું હતું. NCLTની મુંબઈ બેન્ચે ફર્મ માટે કોર્પોરેટ નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
શેરની સ્થિતિ
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ફ્યૂચર એન્ટરપ્રાઇઝના શેરમાં તેજી જોવા મળી. આ શેર 0.81 પૈસા પર બંધ થયા. પાછલા બંધના મુકાબલે શેરમાં 1.25 ટકાની તેજી જોવા મળી. આ વર્ષે 5 જાન્યુઆરીએ શેર 2.24 રૂપિયા પર હતો. આ શેરનો 52 સપ્તાહનો હાઈ છે. વર્ષ 2008માં આ કંપનીના શેરની કિંમત 65 રૂપિયા હતી. આ પ્રમાણે શેર 99 ટકા સુધી તૂટી ચૂક્યો છે.
આ પણ વાંચોઃ બે મહિના પહેલા 75 રૂપિયામાં આવ્યો હતો IPO,હવે 380 ને પાર પહોંચ્યો શેરનો ભાવ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube