બે મહિના પહેલા 75 રૂપિયામાં આવ્યો હતો IPO,હવે 380 ને પાર પહોંચ્યો શેરનો ભાવ, 413% ની તેજી
બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ 75 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. કંપનીના શેર છેલ્લા 2 મહિનામાં 380 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીએ આ સમયગાળામાં 400 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ બોન્ડાડા એન્જિનિયરિંગના સ્ટોકે છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. કંપનીનો આઈપીઓ 2 મહિના પહેલા 75 રૂપિયાના ભાવ પર આવ્યો હતો અને હવે કંપનીનો શેર 380 રૂપિયાને પાર પહોંચી ગયો છે. બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering)ના સ્ટોકમાં આ સમયમાં 400 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 403.80 રૂપિયા છે. તો બોન્ડાડા એન્જિનિયરિંગના શેરનું 52 સપ્તાહનો લો લેવલ 142.50 રૂપિયા છે.
આઈપીઓમાં પૈસા લગાવનાર થયા માલામાલ
બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ 75 રૂપિયાની ફિક્સ્ડ પ્રાઇઝ પર આવ્યો હતો. કંપનીનો આઈપીઓ 18 ઓગસ્ટ 2023ના ઓપન થયો હતો અને 22 ઓગસ્ટ સુધી ઓપન રહ્યો હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 30 ઓગસ્ટે લિસ્ટ થયા. કંપનીના શેર 142.50 રૂપિયા પર લિસ્ટ થયા અને લિસ્ટિંગના દિવસે 149.62 રૂપિયા પર બંધ થયા હતા. એટલે કે જે ઈન્વેસ્ટરોને બોન્ડાડા એન્જિનિયરિંગના શેર આઈપીઓમાં એલોટ થયા તેના પૈસા પ્રથમ દિવસે ડબલ થઈ ગયા હતા.
આઈપીઓ પ્રાઇઝથી શેરમાં 400 ટકાની તેજી
આઈપીઓ પ્રાઇઝથી બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 413 ટકા વધી ગયા છે. કંપનીના આઈપીઓની ઈશ્યૂ પ્રાઇઝ 75 રૂપિયા હતી. તો કંપનીના શેર 13 નવેમ્બર 2023ના 386.50 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક મહિનાથી બોન્ડાડા એન્જિનિયરિંગને સતત ઓર્ડર મળી રહ્યાં છે. કંપનીને પાછલા દિવસોમાં હિન્દુજા રિન્યૂએબલ્સ પાસેથી 8.08 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. આ સિવાય તાજેતરમાં કંપનીને બીએસએનએલ પાસેથી 381.27 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર પાંચ વર્ષ માટે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે