હિતલ પારેખ/ગુજરાત : વાઈબ્રન્ટ સમિટ 2019ના ઉદઘાટનમાં બે દિવસ જ બાકી રહી ગયા છે, ત્યારે તેને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ સમિટમાં ઉઝબેકિસ્તાન, માલ્ટા, રવાન્ડા, ડેન્માર્ક અને ઇથેપિયાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તથા આફ્રિકા સહિતના અન્ય 8 થી 10 દેશના મંત્રીઓ અન ટોચના ઉધોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 11 દેશના પ્રતિનિધિઓના કોન્વેયમાં 1 પાયલોટીંગ કાર, બે એસ્કોર્ટ કાર અને એક ટેઇલ કાર સહિત એમ્બ્યુલન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઈબ્રન્ટ સમિટના ઉદ્યોગપતિઓના લિસ્ટમાંથી ગાયબ થયા અનિલ અંબાણી


ગાલા ડિનરનું આયોજન
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટનને લઇ PM મોદીએ 200 લોકો માટે ખાસ ગાલા ડિનરનું આયોજન કર્યું છે. મહાત્મા મંદિરના ટેરેસ પર સંપૂર્ણ શાકાહારી ભોજન પિરસવામાં આવશે. ભોજન વ્યવસ્થાને લઇ દેશની ટોચની હોટલના અધિકારીઓએ તૈયારીઓ કરી છે. ગાલા ડિનરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. ડિનરમાં પરંપરાગત સંગીત જેવા કે રાવણહથ્થો અને રાજસ્થાની નૃત્યના કલાકારો દેશી-વિદેશી મહેમાનોનું સ્વાગત કરશે. ગાલા ડિનરમાં જે ભોજન પિરસવામાં આવનાર છે. તેની એક ડિશની કિંમત જ માત્ર 15 હજાર રૂપિયા છે. મહેમાનોને ગુજરાતી પરંપરાગત થાળી સિવાય વિવિધ સલાડ, સૂપ અન ડેઝર્ટ અપાશે. આ અંગેનું મેનુ 1 મહિના પહેલા આપી દેવાયું હતું. મહત્વનું એ છે કે  ભોજનની ગુણવત્તા પર ખાસ ભાર મૂકાયો છે.


કયા કયા દિગ્ગજો રહેશે હાજર
વાઈબ્રન્ટ સમિટ 2019માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રૂપના કુમાર મંગલમ બિરલા, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી, ગોદરેજ ગ્રૂપના અદિ ગોદરેજ, સુઝલોન એનર્જિના તુલસી તંતી, કેડીલા હેલ્થકેરના પંકજ પટેલ, ટોરન્ટ ગ્રૂપના સુધીર મહેતા, ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી, કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટક, કેડિલા ફાર્માસ્યુટિકલસ્સના રાજીવ મોદી, આઈટીસી લિમિટેડના એમડી સંજીવ પુરી, સીઆઈઆઈના પ્રેસિડન્ટ રાકેશ ભારતી મિત્તલ, એફઆઈસીસીઆઈના પ્રેસિડન્ટ સંદીપ સોમાની, વેલસ્પન લિમિટેડના ચેરમેન બી.કે.ગોયેન્કા, એચડીએફસીના ચેરમેન દીપક પારેખ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર, ઓએનજીસીના શશી શંકર, આઈઓસીએલના સંજીવ સિંહ જેવા દિગ્ગજો હાજર રહેવાના છે.


Vibrant Gujarat 2019 - ખાસ મહેમાનો માટે લક્ઝુરિયસ કારમાં મૂકાશે ખાસ સુવિધાઓ...


[[{"fid":"199457","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Vibrant3696.JPG","field_file_image_title_text[und][0][value]":"Vibrant3696.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Vibrant3696.JPG","field_file_image_title_text[und][0][value]":"Vibrant3696.JPG"}},"link_text":false,"attributes":{"alt":"Vibrant3696.JPG","title":"Vibrant3696.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


ગાંધીનગર ઝળહળી ઉઠ્યું
વાઇબ્રન્ટ ગુજરાત global summit 2019 ની ઉજવણી સમગ્ર ગાંધીનગર ઝળહળી ઉઠ્યું છે. વિધાનસભાથી માંડીને મહાત્મા મંદિર તરફ જતા માર્ગો પર રોશની કરાઈ છે. મહાત્મા મંદિર સામેના સેન્ટ્રલ વિસ્ટા અને તમામ માર્ગો ઉપર રોશની કરાઈ છે. તો શહેરના મુખ્ય બાગ બગીચામા પણ વૃક્ષો પર રોશની કરાઈ છે. ઉદ્યોગ ભવન કલેકટર કચેરી સહિતની સરકારી ઇમારતોને પણ રોશની કરાઈ છે. ગાંધીનગરના નગરજનો માટે વાઇબ્રન્ટ ગુજરાત રોશનીનો પર્વ બની ગયો હોય તેવી રીતે લોકો જુએ છે. વાઈબ્રન્ટ સમિટ માટે અમદાવાદને પણ દુલ્હનની જેમ શણગારાયું છે. અમદાવાદ શહેરની અનેક ઈમારતો, બ્રિજને રંગબેરંગી લાઈટોથી સજાવાયા છે. 


7 સ્ટાર હોટલોને પણ ટક્કર માટે તેવું ભાણુ વાઈબ્રન્ટના મહેમાનોને પિરસાશે, ચા-કોફીની જ 15 વેરાયટીઝ
 
સમિટ પહેલા તમામ VVIP અને VIP મહાનુભાવોના કોન્વેયનું ગ્રાન્ડરિહર્સલ કરવામાં આવશે. આ વિશે અમદાવાદમાં કલેક્ટર અને પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિદેશી મહેમાનોના આગમનથી લઇને હોટલ, મહાત્મા મંદિર સુધી પહોંચાડવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. 


વાઈબ્રન્ટ ગુજરાત મુદ્દે આમનેસામને આવ્યા રાહુલ ગાંધી અને ગુજરાત CM, રૂપાણીએ કહ્યું-જુઠ્ઠા અને બેશરમ છે રાહુલ


વાઇબ્રન્ટ ગુજરાત 2019ને લઈ પોલીસનો ખાસ બંદોબસ્ત


  • 1 - એડી. ડીજી

  • 5 - આઈજી/ ડીઆઈજી

  • 23 - એસપી/ડીસીપી

  • 64 - એસીપી/ડીવાયએસપી

  • 179 - પીઆઇ

  • 419 - પીએસઆઈ

  • 3000 - જેટલા પોલીસ જવાનો

  • 280 - ટ્રાફિક જવાનો

  • 68 - કમાન્ડો 

  • 5 - SRP ટુકડીઓ

  • BDDS ટિમ,અશ્વ દળ 

  • ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વાઇબ્રન્ટ બંદોબસ્તમાં