Adani Group Moodys Report: ગૌતમ અદાણી અને તેમના ગ્રુપ માટે અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે. આ સારા સમાચાર બાદ બુધવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેર રોકેટ બની શકે છે. જોકે મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે અદાણી ગ્રુપની 4 કંપનીઓના આઉટલૂકને નેગેટિવમાંથી સ્ટેબલમાં બદલી નાખ્યો છે. જે અદાણી ગ્રુપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ એજન્સીએ ગ્રૂપ કંપનીઓનો આઉટલૂક નેગેટિવ કરી દીધો હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે મૂડીઝ ઈન્વેસ્ટર્સે તેના રિપોર્ટમાં અદાણી ગ્રુપ માટે શું કહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video:ગાંધીનગરમાં વરરાજાને ઝીંક્યા લાફા, કહ્યું- “તમારી મર્યાદામાં રહો, હદ ભૂલી ગયા?
Photos: જાન્યુઆરી 2024 માં આ 5 કાર્સની રહી ખૂબ ડિમાન્ડ, સૌથી વધુ બલેનો વેચાઇ


આ કંપનીઓના રેટિંગમાં સુધારો
એક પ્રેસ રિલિઝ અનુસાર વૈશ્વિક રેટિંગ એજન્સીએ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ગ્રીન એનર્જી રિસ્ટ્રિક્ટેડ ગ્રુપ (AGEL – RG-1), અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ વન અને અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈના આઉટલૂકને "નેગેટિવ" માંથી રિવાઇઝ્ડ કરીને  "સ્ટેબલ" કરી દીધો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મૂડીઝે અદાણી ગ્રૂપની ચાર કંપનીઓના આઉટલૂકને સુધારીને "નેગેટિવ" કર્યો હતો. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ મૂડીઝે આ પગલું ભર્યું છે. આ અહેવાલને કારણે કંપનીના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.


સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? RC જ આ ડોક્યુમેંટ પણ કરાવવા પડશે ચેંજ


આ રોકાણકારોનો મળ્યો સહારો
ત્યારબાદ અદાણી ગ્રુપે તેની લોન ચૂકવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલાં લીધાં. તે જ સમયે, ગ્રુપે GQG પાર્ટનર્સ અને કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા મોટા રોકાણકારોનો વિશ્વાસ મેળવ્યો. GQG પાર્ટનર્સે શરૂઆતમાં રૂ. 15 હજાર કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. જે બાદ કંપનીએ પોતાનું રોકાણ વધાર્યું છે. ત્યારપછી ગ્રુપ કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો હતો. જે બાદ સેબીની તપાસને યોગ્ય ઠેરવીને સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપને મોટી રાહત આપી હતી. જેના કારણે કંપનીના શેરમાં નોંધપાત્ર વધારો થયો હતો.


Reels બનાવવાનો શોખ છે તો સરકાર આપી રહી છે મોટી તક, 'બાપા ગર્વથી કહેશે મારો બાબો છે'
'ગંડુશા' છે અનુષ્કાની ગ્લોઇંગ ચહેરાનું રહસ્ય,5 હજાર વર્ષ જૂની થેરેપીના છે અઢળક ફાયદા


રોકેટ બની શકે છે શેર્સ
આ સમાચાર બાદ બુધવારે અદાણી ગ્રૂપના શેરમાં વધારો થઈ શકે છે. જોકે, આજે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર નજીવા વધારા સાથે રૂ.3178.85 પર બંધ થયો હતો. અદાણી પોર્ટ એન્ડ એસઇઝેડના શેર 1.34 ટકાના ઉછાળા સાથે બંધ થયા છે. અંબુજા સિમેન્ટનો શેર 0.74 ટકાના વધારા સાથે રૂ. 568.35 પર બંધ રહ્યો હતો. જ્યારે NDTVના શેર લગભગ એક ટકાના વધારા સાથે બંધ થયા છે. 10માંથી 4 કંપનીઓના શેર લીલા નિશાન પર બંધ થયા હતા. બાકીની 6 કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો છે.


ઘનશ્યામ પાંડેમાંથી કેવી રીતે બન્યા ભગવાન સ્વામીનારાયણ,અબૂધાબીમાં બની રહ્યું છે મંદિર
Multibagger Stock: એક વર્ષમાં 1400 થી 6500 પાર પહોંચ્યો સ્ટોક, પૈસા લગાવનારને જલસો