એશિયામાં આ ગુજરાતીનો વાગ્યો ડંકો, બન્યા સૌથી ધનિક વ્યક્તિ; સંપત્તિમાં જબરદસ્ત વધારો
Bloomberg Billionaires Index: અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સમાં તેઓ 10 માં સ્થાન પર પહોંચી ગયા છે.
નવી દિલ્હી: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારત અને એશિયાના સૌથી ધનિક શખ્સ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ નેટવર્થ 100 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સાથે જ તે દુનિયાના 10 માં સૌથી ધનિક વ્યક્તિ પણ બની ગયા છે.
સંપત્તિમાં જબરદસ્ત વધારો
નેટવર્થમાં 2.44 બિલિયન ડોલરના વધારા સાથે અદાણી દુનિયાના સૌથી ધનિક લોકોની બ્લૂમબર્ગ લિસ્ટમાં 10 માં સ્થાન પર પહોંચી ગયા છે. ત્યારે 100 બિલિયન ડોલરની નેટવર્થ સાથે અદાણી સેન્ટીબિલિયનેયર્સ ક્લબમાં સામેલ થઈ ગયા છે. 100 બિલિયન ડોલરથી વધારેની નેટવર્થ વાળા વ્યક્તિઓને સેન્ટીબિલિનેયર કહેવામાં આવે છે. અદાણીની નેટવર્થમાં આ વર્ષે અત્યાર સુધીમાં 23.5 બિલિયન ડોલરનો વધારો થયો છે. લિસ્ટમાં સામેલ તમામ લોકોમાં અદાણીની સંપત્તિમાં આ વર્ષે સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે.
11 માં સ્થાન પર છે અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી અત્યારે બ્લૂમબર્ગના સૌથી ધનિક લોકોની લિસ્ટમાં 11માં સ્થાન પર છે. ત્યારે એશિયા અને ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ નેટવર્થ 99 બિલિયન ડોલર આંકવામાં આવી રહી છે. આ વર્ષમાં અત્યાર સુધી અંબાણીની નેટવર્થમાં 9.03 બિલિયન ડોલરનો વધારો થયો છે.
શ્રીલંકામાં કટોકટીની જાહેરાત બાદ આજથી 36 કલાક સુધી દેશમાં લોકડાઉનનું એલાન
ટેસ્લાના એલન મસ્ક સૌથી ધનિક
બ્લૂમબર્ગની લિસ્ટ અનુસાર Teslaના સીઈઓ એલન મસ્ક દુનિયાના સૌથી ધનિક શખ્સ બની ગયા છે. તેમની કુલ સંપત્તિ 273 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ત્યારબાદ Amazon ના જેફ બેઝોસનું નામ આવે છે. તેમની કુલ સંપત્તિ 188 બિલિયન ડોલર છે.
હવે માસ્કથી મળશે આઝાદી? આ રાજ્યોએ કોરોના પ્રતિબંધોમાં આપી મોટી રાહત
સૌથી ધનિક 10 લોકોમાં આ લોકો પણ સામેલ
આ લિસ્ટમાં LVMH ના માલિક Bernard Arnault 148 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાન પર છે. માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ 133 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાન પર છે. દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ 127 બિલિયન ડોલરની નેટવર્થ સાથે પાંચમાં સ્થાન પર છે. આ ઉપરાંત ટોપ 10 ધનિકોમાં Larry Page (6), Sergey Brin (7), Steve Ballmer (8) और Larry Ellison (9) સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube