શ્રીલંકામાં કટોકટીની જાહેરાત બાદ આજથી 36 કલાક સુધી દેશમાં લોકડાઉનનું એલાન

ઇમરજન્સીની જાહેરાત તે સમયે કરવામાં આવી જ્યારે કોર્ટે રાજપક્ષેના આવાસ સામે પ્રદર્શન માટે ધરપકડ કરવામાં આવેલા પ્રદર્શનકારીઓના એક ગ્રુપને જામીન આપવાનો આદેશ કરવામાં આવ્યો.

શ્રીલંકામાં કટોકટીની જાહેરાત બાદ આજથી 36 કલાક સુધી દેશમાં લોકડાઉનનું એલાન

નવી દિલ્હી: શ્રલંકામાં કટોકટીની જાહેરાત બાદ હવે શનિવારના 36 કલાકનું રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. કર્ફ્યુ શનિવાર સાંજથી લાગુ થશે અને સોમવાર સવારે હટાવવામાં આવશે. સરકારે કર્ફ્યુ લગાવવા પાછળ સાર્વજનિક વ્યવસ્થાની સુરક્ષાનો અહેવાલ આપ્યો છે. હાલ શ્રીલંકાના અલગ-અલગ ભાગમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આગચંપીની પણ કેટલીક ઘટનાઓ સામે આવી છે.

શ્રીલંકા વર્તમાનમાં એતિહાસિક આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને ઈંધણ, રાંધણ ગેસ તથા અન્ય આવશ્યક વસ્તુઓ માટે લોકોની લાંબી લાઈનો જાવા મળી રહી છે. પાર્ટી મહાસચિવ અને મંત્રી દયાસિરિ જયશેખરાએ કહ્યું કે કેન્દ્રીય સમિતિએ શુક્રવારના નિર્ણય લીધો કે સંસદમાં પ્રતિનિધિત્વવાળા તમામ દળોને સામેલ કરી સરકારના ગઠનને લઇને આગ્રહ કરવામાં આવે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શુક્રવારે મોટી રાત્રે એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી શ્રીલંકામાં એક એપ્રિલ સુધી તત્કાલ પ્રભાવથી સાર્વજનિક કટોકટી લાગુ કરવાની જાહેરાત કરી. ગેઝેટ નોટિફિકેશનમાં રાષ્ટ્રપતિએ કહ્યું, મારી રાયમાં શ્રીલંકામાં સાર્વજનિક કટોકટી લાગુ કરવી સાર્વજનિક સુરક્ષા વ્યવસ્થા સાથે સાથે સમુદાયો માટે જરૂરી વસ્તુઓ અને સેવાઓની આપૂર્તિ બનાવી રાખવાના હિતમાં છે.

કોટકટીની જાહેરાત તે સમયે કરવામાં આવી જ્યારે કોર્ટે રાજપક્ષેના આવાસ સામે પ્રદર્શન માટે ધરપકડ કરવામાં આવેલા પ્રદર્શનકારીઓના એક ગ્રુપને જામીન આપનો આદેશ આપ્યો હતો. પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે, કોઈપણ રાજકીય ગ્રુપથી પ્રેરિત નથી અને તેમનો ઉદેશ્ય માત્ર જનતા દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનો ઉકેલ સરકારી સ્તરેથી શોધવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news