દિગ્ગજ ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો આજે જન્મદિવસ છે. 24 જૂન 1962ના રોજ જન્મેલા ગૌતમ અદાણી આજે 62 વર્ષના થયા છે. અમદાવાદના એક સામાન્ય પરિવારમાં જન્મેલા અદાણીએ 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ અભ્યાસ છોડીને 18 વર્ષની ઉંમરમાં મુંબઈ આવી ગયા હતા. અહીં તેમણે હીરાના વેપારી મહિન્દ્રા બ્રધર્સના ત્યાં બે વર્ષ કામ પણ કર્યું હતું. ત્યારબાદ 20 વર્ષની ઉંમરે તેમણે મુંબઈમાં પોતાનો ડાયમંડ બ્રોકરેજનો બિઝનેસ શરૂ કર્યો હતો. જેમાં પેહલા જ વર્ષે તેમને લાખોનું ટર્નઓવર મળ્યું હતું. એક સમય એવો હતો કે તેઓ સ્કૂટર પર ફરતા હતા આજે મોંઘી ગાડીઓ છે, ચાર્ટર્ડ પ્લેન, હેલિકોપ્ટરના માલિક છે. અદાણી ગ્રુપના તેઓ મુખિયા છે. અદાણી ગ્રુપમાં અલગ અલગ કંપનીઓ છે. જે વિવિધ ક્ષેત્રોમાં સક્રિય છે. અદાણી ગ્રુપની 10 કંપનીઓની જોઈન્ટ માર્કેટ કેપિટલ લગભગ 16,00,000 કરોડ રૂપિયાથી વધુ છે. આટલા મોટા સામ્રાજ્યને સંભાળવા માટે ગૌતમ અદાણીને પરિવાર તથા નીકટના લોકોની મદદ મળે છે. ગૌતમ અદાણીના આ કરોડોના સામ્રાજ્યની દેખરેખમાં મદદ કરવા માટે એક વ્યક્તિ એવા પણ છે જેમની ગ્રુપમાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. જે ગૌતમ અદાણીના 'રાઈટ હેન્ડ' પણ ગણાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌતમ અદાણીના જમણા હાથ!
આજે અમે તમને ગૌતમ અદાણીના આ રાઈટ હેન્ડ એટલે કે જમણા હાથ ગણાતા મલય મહાદેવિયા વિશે જણાવીશું. મલય મહાદેવિયા ગૌતમ અદાણીના બાળપણના મિત્ર છે. અદાણી ગ્રુપમાં જોડાતા પહેલા તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર હતા. 


કયા કયા પદે કાર્યરત?
મલય મહાદેવિયા વિશે વાત કરીએ તો તેઓ અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ (એપીએસઈઝેડ) ના હોલ ટાઈમ ડાયરેક્ટર છે. આ ઉપરાંત તેઓ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ)ના સીઈઓ પણ છે. પોર્ટ અને લોજિસ્ટિક્સ, રેલવે, હેલ્થકેર, મેડિકલ એજ્યુકેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ એજ્યુકેશન અને ગ્રુપના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઈનિશિએટિવ સહિત તેઓ પોતાની સેવાઓ અલગ અલગ ક્ષેત્રોમાં આપે છે. તેઓ અદાણી ગ્રુપની સીએસઆર વિંગ અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. 


આસિસ્ટન્ટ પ્રોફેસર હતા
અદાણી ગ્રુપ સાથે પોતાની મુસાફરી શરૂ ક રતા પહેલા મલય મહાદેવિયા અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફિસર હતા. તેમણે બોમ્બે યુનિવર્સિટીથી ડેન્ટલ સર્જરીમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી કોસ્ટલ ઈકોલોજીમાં પીએચડી કર્યું છે. વર્ષ 1992માં મલય મહાદેવિયા અદાણી ગ્રુપ સાથે જોડાયા. મુદ્રા પોર્ટના વિકાસમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેની અવધારણાથી લઈને તેના ચાલુ થવા સુધી તેમની ભૂમિકા રહી. મલય મહાદેવિયા અનેક વ્યવસાયિક સંગઠનોના સભ્ય છે. 


જેમાં સેન્ટર ફોર એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (સીઈપીટી), ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી). એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (એસોચેમ), ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ), અને ગુજરાત વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘ (જીસીસીઆઈ) સામેલ છે.