નવી દિલ્હી: અદાણી ગ્રૂપના (Adani Group) શેરની જબરદસ્ત મારને લીધે તેના માલિક ગૌતમ અદાણીની (Gautam Adani) કુલ સંપત્તિ એક અઠવાડિયામાં 14.1 અબજ ડોલર એટલે કે લગભગ 1,04,543 કરોડ ઘટી છે. અદાણી ગ્રુપમાં રોકાણ કરનારા વિદેશી પોર્ટફોલિયોના (Foreign Portfolio) રોકાણકારોના (FPI) વિશે આવેલા એક સમાચારોને લીધે આ અઠવાડિયામાં ગૌતમ અદાણીના અદાણી ગ્રુપના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત અઠવાડિયે શુક્રવારે શેર બજાર (Stock Market) બંધ થયું ત્યારે ગૌતમ અદાણીની (Gautam Adani) નેટવર્થ બ્લૂમબર્ગ બિલિયનેયર ઇન્ડેક્સના અનુસાર 77 અબજ ડોલર (આશરે 5,70,909 કરોડ રૂપિયા) હતી. પરંતુ આ અઠવાડિયાના શુક્રવારે શેર બજાર બંધ થયા પછી ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને 62.9 અબજ ડોલર (આશરે 4,66,366 કરોડ રૂપિયા) પર આવી ગઈ છે. શેર બજારમાં અદાણીના શેરને માર પડવાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો થયો છે.


આ પણ વાંચો:- સુમુલ ડેરીનું દૂધ થયું મોંઘું, આવતીકાલથી નવા ભાવે દૂધ વેચાશે


એક સમાચાર અને શેરને માર
ગૌતમ અદાણીના (Gautam Adani) અદાણી ગ્રૂપના શેરને આ અઠવાડિયામાં ભારે માર પડ્યો છે. સોમવારથી શુક્રવાર સુધી અદાણી ગ્રુપના (Adani Group) શેરની હાલત ખરાબ રહી છે.


સોમવારે સમાચાર મળ્યા હતા કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે (NSDL) ત્રણ વિદેશી ફંડ્સના ખાતાઓ પર રોક લગાવી છે. આ ફંડ્સે અદાણી ગ્રુપની કંપનીઓમાં (Adani Group Company) 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આને કારણે સોમવારે અદાણી ગ્રુપની (Adani Group) કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:- માત્ર 55 રૂપિયા મહિને કરાવો જમા, પેન્શન મળશે 36 હજાર; જાણો કેવી રીતે


ઘણા શેરોમાં લોઅર સર્કિટ
સોમવારે બપોરે અદાણી ગ્રૂપે આ અંગે નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે આ સમાચાર સંપૂર્ણ પાયાવિહોણા છે. એનએસડીએલે પણ આ વાતનો ઇનકાર કર્યો હતો. પરંતુ તેનાથી અદાણી ગ્રૂપના શેર ઘટતા બંઘ થયા નથી.


આ અઠવાડિયા દરમિયાન અદાણી ગ્રુપના ઘણા શેરોમાં લોઅર સર્કિટ લાગતી હતી. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ક્ષેત્રના શેરમાં એક અઠવાડિયામાં 144 રૂપિયાનો ઘટાડો થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝે એક સપ્તાહમાં 112 રૂપિયા, ટ્રાન્સમિશન 362 રૂપિયા ગુમાવ્યા છે. અદાણી પાવર એક સપ્તાહમાં 34 રૂપિયા, અદાણી ટોટલ ગેસ 367 રૂપિયા અને અદાણી ગ્રીન એનર્જીમાં 164 રૂપિયાનો ઘટાડો થયો છે.


આ પણ વાંચો:- Reliance Jio નો સૌથી નવો પ્લાન જોયો તમે? અનલિમિટેડ ડેટા સાથે નથી કોઈ Daily Limit


ગૌતમ અદાણી હવે એશિયાના બીજા ધનિક રહ્યા નથી. તેઓ બુધવારના આ પદ પરથી ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે. પરંતુ આ ભારે ઘટાડાના કારણે ચીનના વેપારી Zhong Shanshan ફરીથી એશિયાના બીજા સૌથી અમીર શખ્સ બની ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube