અદાણી ગ્રુપે ન્યૂ દિલ્હી ટેલિવિઝન લીં (NDTV) માં 29 ટકાની ભાગીદારી ખરીદી લીધી છે. ગૌતમ અદાણી સમૂહે કહ્યું કે તેઓ એક ઓપન ઓફર પણ લોન્ચ કરશે જેથી કરીને વધુ 26 ટકા ભાગીદારી ખરીદી શકાય. જો કે પોતાની વેબસાઈટ પર NDTV એ 'किसी चर्चा, सहमति या नोटिस के बिना किया गया NDTV के 29 फीसदी हिस्से का अधिग्रहण' મથાળા હેઠળ પ્રકાશિત લેખમાં આ ખબર નકારી છે. તદઉપરાત સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) ને મોકલેલી નોટિસમાં NDTV એ કહ્યું કે અધિગ્રહણની જાણકારી તેમને આપવામાં આવી નથી. NDTV એ દાવો કર્યો કે તેના સંસ્થાપકો પ્રણય રોય અને રાધિકા રોય સાથે આ અંગે કોઈ વાતચીત થઈ નથી કે તેમની સંમતિ પણ લેવાઈ નથી. રોય દંપત્તિની NDTV માં 32.26 ટકા ભાગીદારી છે. એનડીટીવીએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે અને પોતાની કંપની RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી NDTV ની કુલ પેઈડ શેર પૂંજીનો 61.45 ટકા ભાગ જારી રાખે છે. અદાણી ગ્રુપે આ વર્ષ મે મહિનામાં બ્લૂમબર્ગક્વિન્ટમાં 49 ટકાની ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહે છે NDTV?
NDTV ના જણાવ્યાં મુજબ NDTV અથવા તેના સંસ્થાપક-પ્રમોટર્સ રાધિકા અને પ્રણય રોય સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા વગર, VCPL દ્વારા તેમને એક નોટિસ આપવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે તેમણે RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડનું નિયંત્રણ મેળવી લીધુ છે. આ કંપની પાસે એનડીટીવીના 29.18 ટકા શેરનો માલિકી હક છે. RRPR ને પોતાના તમામ ઈક્વિટી શેરોને VCPL ને હસ્તાંતરિત કરવા માટે બે દિવસનો સમય અપાયો છે. VCPL એ પોતાના જે હકનો ઉપયોગ કર્યો છે તે વર્ષ 2009-19માં એનડીટીવીના સંસ્થાપકો રાધિકા અને પ્રણય રોય સાથે કરાયેલા તે કરજ સમજૂતિ પર આધારિત છે. NDTV ના સંસ્થાપક તથા કંપની એ સ્પષ્ટ કરવા માંગશે કે VCPL દ્વારા અધિકારોનો આ પ્રયોગ એનડીટીવીના સંસ્થાપકોના કોઈ ઈનપુટ, વાતચીત અથવા સહમતિ વગર કરાયો છે અને એનડીટીવીના સંસ્થાપકોને પણ NDTV ની જેમ જ અધિકારોના આ પ્રયોગની જાણકારી આજે જ મળી છે. 


અદાણી ગ્રુપે એનડીટીવી કેવી રીતે ખરીદી લીધુ?
અદાણી એન્ટરપ્રાઈઝીઝ લી.ની સબ્સિડિયરી AMG મીડિયા નેટવર્ક્સે મંગળવારે VCPL ને ખરીદી લીધી. VCPL એ 2009 અને 2010માં NDTV ની પ્રમોટર કંપની RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લી.ને 403.85 કરોડ રૂપિયાનું કરજ આપ્યું હતું. RRPR હોલ્ડિંગનો માલિકી હક રોય દંપત્તિ પાસે હતો. આ વ્યાજમુક્ત કરજના બદલામાં RRPR એ VCPL ને વોરન્ટ પાઠવ્યું. આ વોરન્ટ દ્વારા VCPL, RRPR માં 99.9 ટકા ભાગીદારી લઈ શકતી હતી. VCPL ને ખરીદ્યા બાદ અદાણી ગ્રુપે આ વોરન્ટ્સનો ઉપયોગ કર્યો છે. 


NDTV એ મંગળવારે કહ્યું કે કંપની કે તેના ફાઉન્ડર પ્રમોટર્સ સાથે વાતચીત કર્યા વગર VCPL S નોટિસ મોકલી દીધી. જેમાં કહેવાયું કે VCPL એ RRPR માં 99.50 ટકા ભાગીદારી અધિગ્રહણ કરવાના અધિકારનો ઉપયોગ કર્યો છે. RRPR ની NDTV માં 29.18 ટકાની ભાગીદારી છે. રસપ્રદ વાત એ છે કે VCPL એ RRPR ને કરજ આપવા માટે પૈસા મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની સબસિડરી રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર પાસેથી લીધા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube