અનુમાનથી સારા રહ્યાં GDPના આંકડા, બીજા ક્વાર્ટરમાં 7.5 ટકાનો ઘટાડો
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કુલ ઘરેલું ઉત્પાદન (GDP)ના આંકડા આવી ગયા છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો થયો છે.
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કુલ ઘરેલું ઉત્પાદન (GDP)ના આંકડા આવી ગયા છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો થયો છે. કોવિડ-19 મહામારી (Covid-19 pandemic) અને તેની સાથે જોડાયેલા લૉકડાઉન (Lockdown)ને કારણે પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9%નો અભૂતપૂર્વ ઘટાડો થયો હતો. પાછલા વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 4.4 ઓવરનો વધારો થયો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે એક નિવેદનમાં આ જાણકારી આપી છે.
પ્રથમ ક્વાર્ટરમાં પ્રથમ બે મહિના એપ્રિલ અને મેમાં દેશમાં સંપૂર્ણ રીતે લૉકડાઉન હતું. મેના અંતમાં આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ હતી. બીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થા ખુલી ગઈ હતી. રેટિંગ એજન્સીઓએ બીજા ક્વાર્ટરમાં GDPમાં 10થી 11 સુધી ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું. ભારતીય રિઝર્વ બેન્કએ ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં8.6 ટકાના ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું. મૂડીઝે 10.6 ટકા, કેયર રેટિંગે 9.9 ટકા, ક્રિસિલે 12 ટકા, ઇક્રાએ 9.5 ટકા અને એસબીઆઈ રિસર્ચે 10.7 ટકાના ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
Silver Price Today: સસ્તી થઈ ચાંદી, જાણો કેટલા રૂપિયામાં મળી રહી છે એક કિલો
ચીનની ઇકોનોમી જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 4.9 ટકાના દરે વધી જ્યારે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેમાં 3.2 ટકાનો વધારો થયો હતો.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube