જયેશ જોશી, અમદાવાદઃ 'પહલે ઈસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે' આ ટેગલાઈનન આજે એક મહાવરા કે કહેવતની જેમ ફેમસ થઈ ગઈ છે. એટલી ફેમસ પ્રોડક્ટ કે સર્વિસ તો છોડો. લોકો સામાન્ય માણસના સંદર્ભમાં પણ આ ડાયલોગ કહી દે છે. ટીવી પર આપણા અનેક પ્રોગ્રામ જોતાં હોઈએ છીએ. સ્ક્રીન પર અમિતાભ બચ્ચન અને દિવ્યાંકા ત્રિપાઠી એક ડિટરજન્ટ પાઉડરની એક લઈને આવે છે. અંતમાં કહે છે પહલે ઈસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કોણે પાયો નાંખ્યો:
જી, હા આ ટેગલાઈન છે ઘડી ડિટરજન્ટની. દાયકાઓ પહેલાં આ ટેગલાઈનની સાથે ઘડીએ ડિટરજન્ટની દુનિયામાં પગ મૂક્યો હતો. આજે ખાસ કરીને ઉત્તર ભારતમાં તે ઘરે-ઘરે છવાયેલું છે. કંપનીએ લોકોને પહેલાં પાઉડરનો ઉપયોગ કરવાની સલાહ આપી અને પછી એવો વિશ્વાસ જીત્યો કે અત્યાર સુધી જળવાયેલો છે. આ પ્રોડક્ટ છે RSPL એટલે રોહિત સરફેક્ટેન્ટ પ્રાઈવેટ લિમિટેડનો. કાનપુરના રહેવાસી મુરલી બાબૂ અને બિમલ જ્ઞાનચંદાણીએ તેનો પાયો નાંખ્યો અને ઘણી મહેનત, ઘીરજની સાથે એવી સફળતા હાંસલ કરી કે RSPLની ગણતરી દુનિયાની દિગ્ગજ કંપનીઓમાં થવા લાગી છે. કંપનીની આ સફળતાની પાછળની કહાની દિલચશ્પ છે.


કેમ ન થઈ શક્યા એકતા કપુર અને કરણ જોહરના લગ્ન? આ લવસ્ટોરીમાં કોણ બન્યું વિલન?


નાની ફેક્ટરીથી કરી હતી શરૂઆત:
ઘડી પાઉડર શરૂઆતથી કોઈ RSPL કંપનીની પ્રોડક્ટ ન હતી. પરંતુ આ તો એક નાની ફેક્ટરીમાં તૈયાર થનારો પાઉડર હતો. વર્ષ 1987માં કાનપુરના શાસ્ત્રી નગરમાં રહેનારા બંને યુવાએ ફઝલગંજ ફાયર સ્ટેશનની પાસે પાઉડરની એક નાની ફેક્ટરી ખોલી. નામ આપ્યું - શ્રી મહાદેવ શોપ ઈન્ડસ્ટ્રી. ઘડી સાબુ બનાવીને બંને યુવાન ચાલતાં કે સાઈકલ લઈને ઘર, મહોલ્લા અને દુકાનમાં સાબુ પહોંચાડતા. અને થોડાક પૈસા કમાઈ લેતા હતા. લાંબા સમય સુધી કામ ચાલ્યું નહીં પરંતુ ધીરજ ખૂટી નહીં. પછી એવો સમય આવ્યો કે કાનપુરના સત્તાવાર ઘરમાં ઘડી સાબુનો ઉપયોગ કરવામાં આવ્યો. ઈન્ડસ્ટ્રીમાં મોટી કંપનીઓ છવાઈ હતી. આથી બિઝનેસ કાનપુર સુધી જ સીમિત રાખ્યો. તેમણે વેપારીઓને કમિશન આપવાનું શરૂ કર્યું. 2005માં કંપનીનું નામ બદલીને RSPL કરી દીધું.


તમારો જૂનો ફોન વેચતા પહેલાં આટલી વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો પૈસા અને Private Data બન્ને જશે


જાતે તૈયાર કરી પંચલાઈન અને અનેક રાજ્યોમાં છવાયા:
કાનપુરમાં સફળતા પછી ઘડી પાઉડરની પહોંચ ઉત્તર પ્રદેશના અનેક શહેરો સુધી થવા લાગી. મોટી કંપનીઓના પાઉડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ મુરલી બાબુએ માર્કેટિંગની નવી સ્ટ્રેટેજી અપનાવી. જાતે જ પંચલાઈન તૈયાર કરી- પહલે ઈસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. આ ટેગલાઈન અપીલિંગ હતી. જેના કારણે લોકોએ ઉપયોગ કર્યો અને તેને પસંદ પણ કર્યો. આ પ્રમાણે ઘડી પાઉડર લોકોનો વિશ્વાસ હાંસલ કરતો ગયો.


Mobile Phone પર તમારા બાળકોને Online Classes કરવામાં પડે છે તકલીફ? તો આ સસ્તા Laptop પર કરો એકનજર


અનેક રાજ્યોમાં છવાઈ ગયો ઘડી પાઉડર:
તેમને જાણ થઈ કે દેશની કુલ માગના 18 ટકા હિસ્સો ઉત્તર પ્રદેશમાંથી આવે છે. એવામાં ઘડી પાઉડરનો પહેલો યુપીનો કિલ્લો ફતેહ કર્યો અને પછી હિંદી પટ્ટીના અન્ય રાજ્ય મધ્ય પ્રદેશ, દિલ્લી, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ સુધી વેપાર જમાવી લીધો. હવે આખા દેશમાં યૂપીથી પાઉડર આવે છે. આજે આખા દેશમાં ઘડીનો અવાજ છે.


માત્ર 15,000 રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, 1 લાખથી વધુ થશે કમાણી, સરકાર આપશે 90 ટકા સુધીની લોન


હોમકેર માર્કેટમાં જમાવ્યું નામ:
ઘડી પાઉડરની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 8 લાખ મેટ્રિક ટનથી પણ વધારે છે. અન્ય કંપનીઓની સરખામણીએ તે ઘણું વધારે છે. RSPL સમૂહે હોમકેર માર્કેટમાં પણ પગ મૂક્યો અને હરિદ્વારમાં યૂનિટ નાંખ્યું. અહીંયા હેર ઓઈલ, શેમ્પૂ, હેન્ડ વોશ, ટૂથ પેસ્ટ, શેવિંગ ક્રીમ, ફ્લોર ક્લીનર અને ટોઈલેટ ક્લીનર સહિત અનેક પ્રોડક્ટ બનાવે છે. એક સમયે નાની ફેક્ટરી ચલાવનારા આજે 12,000 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. અને આ કંપનીનું નામ આખી દુનિયામાં દિગ્ગજ કંપનીઓમાં લેવામાં આવે છે.


Adult Model બની નેતા, ન્યૂડ થઈને કર્યું ઈલેક્શન કેમ્પેન! મતદારોને આપી એવી ઓફર કે બધા આવી ગયા મોજમાં...


Twitter પર આ Hot Girl ના Photos જોવા ઘણાંએ કામ-ધંધો જ છોડી દીધો! છેલ્લે તેનું Twitter Account કરવું પડ્યું બંધ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube