નવી દિલ્હી: નુકસાનમાં ચાલી રહેલી એર ઇન્ડિયાને બચાવવા માટે સરકારે સ્પેશિયલ પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન અંતર્ગત દુનિયાભરમાં એવા પ્રોફેશનલ દિગ્ગજ શોધવામાં આવી રહ્યાં છે જે એર ઇન્ડિયાને નુકસાનમાંથી બહાર લાવવામાં સફળ થઇ શકે. સિવિલ એવિએશન મંત્રી સુરેશ પ્રુભના જણાવ્યા અનુસાર હવે એર ઇન્ડિયાનું મેનેજમેન્ટ વધારે સક્રિય અને પ્રોફેશનલ બનાવવામાં આવશે. તેથી કંપનીને પહેલાથી વધારે એગ્રેસિવ બનાવી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આ વર્ષે સૌથી સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો તમારા શહેરનો ભાવ


પ્રોફેશનલ શોધ માટે બનાવશે સમિતિ
સિવિલ એવિએશન મિનિસ્ટર સુરેશ પ્રભુએ કહ્યું કે એર ઇન્ડિયાના મુખ્ય પદ પર દુનિયાભરના સારા પ્રોફેશનલ ભર્તી કરવામાં આવશે. સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. આ ઉપરાંત એર ઇન્ડિયાને દેવામાંથી બહાર લાવવા માટે સિવિલ એવિએશન મંત્રાલય નાણા મંત્રાલયથી પણ વાતચીત કરી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર પ્રોફેશનલ્સની ભરતીના કામ માટે એક સમિતિની રચાના કરી શકે છે. આ સમિતિ દુનિયાભરમાંથી વિમાનના ક્ષેત્રના દિગ્ગજ પ્રોફેશનલ્સને એર ઇન્ડિયા સાથે જોડવાનું કામ કરશે. તેમણે જણાવી દઇએ કે મે મહિનામાં એર ઇન્ડિયાના ભાગને વેચાણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.


વધુમાં વાંચો: હજારો કરોડ રૂ.ના NPA મામલામાં લેવાયું છે મોટું પગલું, અરૂણ જેટલીનો ખુલાસો


અત્યારે હાલ કોણ છે બોર્ડમાં?
વર્તમાન સમયમાં એર ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નાગર એવિએશન મંત્રાલયના બે એધિકારીઓ સહિત 9 સભ્યો ચે. વરિષ્ઠ આઇએએસ અધિકારી પ્રદીપ સિંહ ખરોલા એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. જ્યારે આઇટીસીના ચેરમેન વાઇ સી દેવશ્વર અને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમને કુમાર મંગલમ બિરલા સ્વતંત્ર ડિરેક્ટર છે.


વધુમાં વાંચો: પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા 15 દિવસમાં સૌથી મોટો ઘટાડો, જાણો આજનો ભાવ


નુકસાનમાં ચાલી રહી છે કંપની
નુકસાનમાં ચાલી રહેલી રાષ્ટ્રી વિમાન કંપની એર ઇન્ડિયા પર 55 હજાર કરોડ રૂપિયાથી વધારેનું દેવું હોવાનું અનુમાન છે. સિવિલ એવિએશન મંત્રી સુરેશ પ્રભુએ 27 ડિસેમ્બરે લોકસભામાં જણાવ્યું હતું કે સરકારે એર ઇન્ડિયાને પુનર્જીવન કરવાની યોજના તૈયાર કરી છે.
(ઇનપુટ ભાષા)


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...