Gold Rate Today: સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો, લગડી-દાગીના લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટ
Gold-Silver Price: આજે સોના ચાંદીના ભાવમાં ભલે ઘટાડો જોવા મળી રહ્યો હોય પરંતુ પક્ષય તૃતિયા પર બંનેના ભાવ ચડવાના આસાર છે. અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે સવારે 999 પ્યોરિટીવાળા ગોલ્ડનો 10 ગ્રામનો ભાવ 150 રૂપિયા ઘટીને 60629 રૂપિયા જોવા મળી રહ્યો છે.
Gold-Silver Price: આજે સોના ચાંદીના ભાવમાં ભલે ઘટાડો જોવા મળી રહ્યો હોય પરંતુ પક્ષય તૃતિયા પર બંનેના ભાવ ચડવાના આસાર છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) મુજબ સોમવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 60629 રૂપિયા પ્રતિ ગ્રામ હતો જે આજે સવારે 60479 રૂપિયા થયો.
આજનો સોના ચાંદીનો ભાવ
અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે સવારે 999 પ્યોરિટીવાળા ગોલ્ડનો 10 ગ્રામનો ભાવ 150 રૂપિયા ઘટીને 60629 રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે 995 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 149 રૂપિયા ઘટીને 60237 રૂપિયા છે. 916 પ્યોરિટીવાળા ગોલ્ડનો ભાવ 10 ગ્રામના 137 રૂપિયા ઘટીને 55399 રૂપિયા છે. 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 113 રૂપિયા ઘટીને 45359 ના ભાવે વેચાઈ રહ્યું છે. અને 585 પ્યોરિટીવાળું સોનું 88 રૂપિયાના ઘટાડા સાથે 35380 રૂપિયાના ભાવે વેચાય છે. ચાંદીની વાત કરીએ તો 999 પ્યોરિટીવાળી ચાંદી 993 રૂપિયાના કડાકા સાથે 74574 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
ફોર્મ 16 વગર આઈટી રિટર્ન ભરી શકાય? જો હા...તો શું છે તેની પ્રોસેસ, ખાસ જાણો
ઘઉંની સરકારી ખરીદીમાં આવી મોટી અપડેટ, ગુજરાતને નહીં મળે લાભ
એક પણ રૂપિયો રોકાણ કર્યા વગર શરૂ કરો બિઝનેસ...કમાણીની ગેરંટી!, કરવું પડશે આ કામ
24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube