Gold Price 13th April: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ઝડપી વધારો ચાલુ છે. ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ત્યાર બાદ બંને કિંમતી ધાતુઓ નવો રેકોર્ડ બનાવી રહી છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે દિવાળીની સિઝનમાં સોનું રૂ.65,000 અને ચાંદી રૂ.80,000ની સપાટીએ પહોંચી શકે છે. હાલમાં ચાંદી રૂ.76,000ની સપાટીએ પહોંચી ગઈ છે, સોનું પણ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp ના નવા ફીચર્સે મચાવી ધમાલ! હવે એક નહી અનેક ફોનમાં ચાલશે એપ
લિફ્ટમાં રોકાઇ ગયા 8 લોકોના શ્વાસ! 1.5 કલાક સુધી ફસાઇ રહી સોસાયટીની લિફ્ટ
PoS મશીનની ઉપર લાગ્યો હતો કેમેરા!  ગૃહ મંત્રાલયે ફોટો શેર કરી ગ્રાહકોને ચેતવ્યા
લગ્નની ઉંમરમાં સફેદ વાળ આવી ગયા છે? પીવો આ આર્યુવેદિક જ્યૂસ, વાળ થઇ જશે કાળા ભમ્મર


સોના અને ચાંદીના નવીનતમ ભાવ
સોના અને ચાંદીના ભાવમાં વધારો સતત ચોથા દિવસે પણ ચાલુ રહ્યો હતો. ગુરુવારે, મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના દર નવા સ્તરે પહોંચ્યા હતા. ગુરુવારે સવારે લગભગ 10 વાગ્યે, MCX પર સોનું રૂ. 180 વધીને રૂ. 60,628 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 291 વધીને રૂ. 76,204 પ્રતિ કિલો પર ટ્રેડ થતી જોવા મળી હતી. આ પહેલા બુધવારે ચાંદી 75913 રૂપિયા અને સોનું 60628 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. કારોબાર દરમિયાન સોનું રૂ.60810 અને ચાંદી રૂ.76225ની ટોચે પહોંચી હતી.


શરમજનક! લાશથી અંગૂઠા લગાવી રહ્યો હતો વકીલ, વાયરલ વીડિયો જોઇ ભડક્યા લોકો
ભૂત સાથે લગ્ન કરનાર યુવતિને જોઇએ છે છૂટાછેડા! કહ્યું- બૂમો પાડી પાડીને ડરાવે છે મને

Viral Video: દુલ્હન 'રિવોલ્વર રાની' બની કર્યા ભડાકા, વરરાજા ફફડી ગયો, પોલીસ તપાસ શરૂ
અભિનેત્રીઓ ક્યાંક ન્યૂડ થઈ છે તો ક્યાંક નોકરોને પણ નથી છોડ્યા, એકલામાં જોજો


બુલિયન માર્કેટમાં પણ તેજીનો સિલસિલો
બુલિયન માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજે પૂરા થયેલા ટ્રેડિંગ સેશનમાં સોનું વધીને રૂ.60,613 અને ચાંદી રૂ.74,940 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા બુધવારે સાંજે જાહેર કરાયેલા ભાવ અનુસાર, 24 કેરેટ સોનું વધીને 60,613 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 74,940 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે. આ સિવાય 23 કેરેટ સોનું રૂ.60,370, 22 કેરેટ સોનું રૂ.55,522, 20 કેરેટ સોનું રૂ.45460 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આમ સોના ચાંદીના ભાવમાં દરરોજ વધઘટ થઈ રહી છે. સોનામાં રોકાણ સારી તેજી અપાવશે.


આ પણ વાંચો:  અભિનેત્રીના બાથરૂમમાંથી મળી નોટો, કોર્ટમાં કહ્યું- વેશ્યાવૃત્તિથી કમાયા હતા પૈસા
આ પણ વાંચો: PHOTOS: બિલ ગેટ્સથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી, જો આ સાત અમીર ગરીબ હોત તો આવા દેખાતા!
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube