શરમજનક! લાશથી અંગૂઠા લગાવી રહ્યો હતો વકીલ, વાયરલ વીડિયો જોઇ ભડક્યા લોકો

social media viral video: આ વાયરલ વીડિયોમાં એક વકીલ કારમાં પડેલા મૃતદેહથી કાગળ પર અંગૂઠો લગાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. યુઝર્સે ગુસ્સામાં યુપી પોલીસને ટેગ કરીને જવાબ માંગ્યો છે.

શરમજનક! લાશથી અંગૂઠા લગાવી રહ્યો હતો વકીલ, વાયરલ વીડિયો જોઇ ભડક્યા લોકો

Agra viral video: સોશિયલ મીડિયા પર એક શરમજનક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક વકીલ કારમાં પડેલા મૃતદેહથી કાગળ પર અંગૂઠો લગાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. યુઝર્સે ગુસ્સામાં યુપી પોલીસને ટેગ કરીને જવાબ માંગ્યો છે.

શું છે વાયરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કારમાં એક વૃદ્ધ મહિલાની લાશ પડી છે. એક વકીલ કાગળ પર તેના અંગૂઠાની છાપ લઇ રહ્યો છે અને પાછળ બે લોકો ઉભા છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો આગ્રાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ અંગે ઉત્તર પ્રદેશ પોલીસ અને આગ્રા પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

સોશિયલ મીડિયા યુઝર્સના રિએક્શન
આ વીડિયોને શેર કરતાં પૂર્વ સપા નેતા રોલી મિશ્રા તિવારીએ લખ્યું, 'જુઓ નીચતાની પરાકાષ્ઠા. વીડિયો આગ્રાના સેવાલા જાટનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં એક મૃતક વૃદ્ધ મહિલાની સંપત્તિ લેવા તેમની લાશ પાસેથી અંગૂઠો લગાવવામાં આવી રહ્યો છે. આ અમાનવીય લોકોનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ. આ સાથે તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ, યુપી પોલીસ અને આગ્રા પોલીસને ટેગ કરીને જવાબ માંગ્યો છે. @vivekkumar84 નામના ટ્વિટર યુઝરે કોમેન્ટ કરી કે જો તે વકીલ છે તો પહેલા તેનું લાયસન્સ રદ કરવું જોઈએ.

@ManishParihar57 નામના ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું છે કે લોકોની માનસિકતા કેટલી નીચી થઈ શકે છે, આ વીડિયોમાં જુઓ. @SUMITBRAHMA11 નામનો યુઝર લખે છે – કેવા પ્રકારના લોકો છે. આ.. શરમ નથી આવતી. આવું જઘન્ય કૃત્ય કરતાં. એક ટ્વિટર હેન્ડલ @Rolex_in28એ ટિપ્પણી કરી, 'અત્યંત અમાનવીય દ્રશ્ય જોઇ મન વિચલિત થઇ ગયું. લોકો મિલકત અને જમીન માટે એટલા નિષ્ઠુર બની ગયા છે કે તેમને તેમના વૃદ્ધ માણસ જવાનું દુખ નથી સંપત્તિની પડી છે. 

— Roli Tiwari Mishra सनातनी डॉ रोली तिवारी मिश्रा (@RoliTiwariMish1) April 10, 2023

@Uppr_Caste નામના ટ્વિટર હેન્ડલે આ વીડિયો પર લખ્યું છે કે આમાં કોઈ આશ્ચર્ય નથી કારણ કે આ કલયુગ છે. @yathart32821151 નામના યુઝરે લખ્યું કે અંગૂઠાની છાપ મેળવવા માટે કોઈ વકીલ નથી? પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે. આ ખૂબ જ ગંભીર બાબત છે.. લોભ, છેતરપિંડી અને માનવતા માટે પણ શરમજનક.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news