Gold and Silver Price: સોનાની સાથે ચાંદીના પણ વધ્યા ભાવ, જાણો આજની કિંમત
સોના ચાંદીના ભાવમાં અવાર નવાર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સવારે દેશના મોટા શહેરોમાં સોના અને ચાંદીમાં કારોબાર શરૂ થઇ ગયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોના અને ચાંદીના ભાવમાં અંતર જોવા મળે છે.
નવી દિલ્હી: સોના ચાંદીના ભાવમાં અવાર નવાર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સવારે દેશના મોટા શહેરોમાં સોના અને ચાંદીમાં કારોબાર શરૂ થઇ ગયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોના અને ચાંદીના ભાવમાં અંતર જોવા મળે છે. શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર ગોલ્ડના ભાવમાં 0.23 ટકાની તેજી આવી છે ત્યારબાદ જૂન વાયદા સોનાના ભાવ (Gold Price) 47,884 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. જો ચાંદીની વાત કરવામાં આવે તો તે પણ આજે મોંઘી થઇ ગઇ છે. ચાંદી 0.16 ટકાના વધારા સાથે 69,329 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ.
સોનાના નવા ભાવ (Gold Price)
સોની બજારમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 0.23 ટકાની તેજી આવી છે. ત્યારબાદ સોનાનો ભાવ 47,884 ટકા 10 ગ્રામ પર આવી ગયો છે.
અરવિંદ કેજરીવાલે ઇનહાઉસ મીટિંગને કરી દીધી લાઇવ, PM ગુસ્સે થતાં હાથ જોડી માંગી માફી
ચાંદીનો નવો ભાવ (Silver Price)
મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર સોની બજારમાં ચાંદીનો ભાવ 0.16 ટકા વધારા સાથે 69,329 ટકા કિલોગ્રામ પર પહોંચી ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં જાણો કયા ભાવે થઇ રહ્યો છે સોનાનો વેપાર
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડમાં ઘટાડા સાથે કારોબાર થઇ રહ્યો છે. અમેરિકામાં સોનાનો ભાવ 8.78 ડોલરના ઘટાડા સાથે 1,785.41 ડોલર પ્રતિ ઔંસના રેટ પર ચાલી રહ્યો છે. તો બીજી તરફ ચાંદીનો કારોબાર 0.38 ડોલરના ઘટાદા સાથે 26.17 ડોલરના સ્તર પર થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube