Gold Price Today: ધનતેરસ-દિવાળી પહેલા ઘટ્યા સોના-ચાંદીના ભાવ, આટલામાં મળી રહ્યું છે 22 કેરેટ ગોલ્ડ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા સોના-ચાંદીના લેટેસ્ટ રેટ પ્રમાણે શુક્રવારના બંધ ભાવ 47975 રૂપિયા પ્રતિ 10 ગ્રામના મુકાબલે 24 કેરેટ પ્યોર ગોલ્ડ આજે 4775 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો અને ચાંદી 140 રૂપિયા સસ્તી થઈ 64368 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી.
નવી દિલ્હીઃ Gold Price Today 1st Nov. 2021 : ધનતેરસ-દિવાળી પહેલા સોનું ખરીદવનાર માટે ખુશખબર છે. આજે એટલે કે 1 નવેમ્બર સોમવારે સોની બજારમાં શુક્રવારના મુકાબલે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનાનો ભાવ 48000ની નીચે આવી ગયો છે. સોના-ચાંદીના આ એવરેજ ભાવમાં જીએસટી અને મેકિંગ ચાર્જ જોડાયેલો નથી.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા સોના-ચાંદીના લેટેસ્ટ રેટ પ્રમાણે શુક્રવારના બંધ ભાવ 47975 રૂપિયા પ્રતિ 10 ગ્રામના મુકાબલે 24 કેરેટ પ્યોર ગોલ્ડ આજે 4775 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો અને ચાંદી 140 રૂપિયા સસ્તી થઈ 64368 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી. એટલે કે હવે 24 કેરેટ શુદ્ધ સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટ 56126 રૂપિયાથી 8478 રૂપિયા સસ્તું રહી ગયું છે.
તો ચાંદી પાછલા વર્ષના સર્વોચ્ચ રેટ 76004 રૂપિયાથી 11640 રૂપિયા સસ્તી છે. તેના પર 3 ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ અલગથી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર આ રેટ અને તમારા શહેરના રેટમાં 500થી 1000 રૂપિયાનું અંતર હોઈ શકે છે.
આ પણ વાંચોઃ Indian Railways આ ટ્રેનના સમયમાં કર્યો ફેરફાર, ગુજરાતમાંથી ચાલનારી આ ટ્રેન પર થશે અસર, ચેક કરો નવો સમય
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ (ibjarates.com) પ્રમાણે 1 નવેમ્બર 2021ના દેશભરની સોની બજારોમાં સોના-ચાંદીના હાજર ભાવ આ પ્રકારે છે.
ધાતુ | 1 નવેમ્બરના ભાવ (રૂપિયા/10 ગ્રામ) | 29 ઓક્ટોબરના ભાવ (રૂપિયા/10 ગ્રામ) |
ભાવમાં ફેરફાર (રૂપિયા/10 ગ્રામ) |
Gold 999 (24 કેરેટ) | 47776 | 47975 | -199 |
Gold 995 (23 કેરેટ) | 47585 | 47783 | -198 |
Gold 916 (22 કેરેટ) | 43763 | 43945 | -182 |
Gold 750 (18 કેરેટ) | 35832 | 35981 | -149 |
Gold 585 ( 14 કેરેટ) | 27949 | 28065 | -116 |
Silver 999 | 64368 રૂપિયા પ્રતિ કિલો | 64508 રૂપિયા પ્રતિ કિલો | -140 રૂપિયા પ્રતિ કિલો |
IBJA ના રેટ દેશભરમાં સર્વમાન્ય
મહત્વનું છે કે IBJA દ્વારા જારી કરવામાં આવેલ રેટ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આ વેબસાઇટ પર આપવામાં આવેલા રેટમાં જીએસટી સામેલ નથી. સોનું ખરીદતા-વેચવા સમયે તમે IBJA ના ભાવનો હવાલો આપી શકો છો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે IBJA દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીના કરન્ટ રેટને લઈને એવરેજ મૂલ્ય બને છે. સોના-ચાંદીનો કરન્ટ રેટ કે તેમ કહો કે હાજર ભાવ અલગ-અલગ જગ્યાઓ પર અલગ હોઈ શકે છે, એટલે કે કિંમતોમાં થોડું અંતર હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube