પાટીલ પછી કોનો વારો? કમલમમાં કાનાફૂસી શરૂ, નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામની ચર્ચા ઉપડી
Gujarat BJP New President : ગુજરાતના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે રાજ્યસભા સાંસદ મયંક નાયક અને પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ રેસમાં સૌથી આગળ, યુવા ચહેરો પહેલી પસંદગી બની શકે છે... ગુજરાત ભાજપના નવા પ્રમુખ પદે ચાલુ સાંસદ અથવા ધારાસભ્ય પૈકી પસંદ કરાશે, ઓબીસી નેતા આવી શકે તેવી શક્યતા વધારે
Trending Photos
Gujarat Politics : સીઆર પાટીલ હવે મોદી સરકારના નવા મંત્રી બની ગયા છે. ગુજરાતમાં હવે કમુરતા ઉતરવાની રાહ જોવાઈ રહી છે, કમુરતા ઉતરતા ઉત્તરાયણ સુધીમાં નવા અધ્યક્ષના નામની જાહેરાત થઈ જાય તેવી સંભાવના છે. ત્યારે ગુજરાતમાં નવો ગણગણાટ શરૂ થયો છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ તેજ બની છે. વિવિધ નામ માર્કેટમાં ફરી રહ્યાં છે. એક તરફ ભાજપ દ્વારા સરપ્રાઈઝ એન્ટ્રીને લઈને ઉત્સુકતા છે, તો બીજી તરફ, હવે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, ચાલુ સાંસદ અથવા ધારાસભ્ય પૈકી કોઈ એકને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવી શકાય છે. આ ઉપરાંત ઓબીસી થિયરી પર પણ અનેક નામોની ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની ચર્ચાઓ તેજ બની છે. કમલમમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે, હવે પાટીલ પછી કોનો વારો. કોણ ભાજપ પ્રદેશ પ્રમુખની ગાદી સંભાળશે. ત્યારે હવે વિવિધ નામો માર્કેટમાં ફરતા થયા છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના નામ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યાં છે. ચર્ચા છે કે, પ્રદેશ અધ્યક્ષ માટે ઓબીસી નેતા હોય તેવી શક્યતા વધારે દેખાઈ રહી છે.
ભાજપ સંગઠનમાં મોટાપાયે ફેરફાર આવી રહ્યાં છે. શહેર જિલ્લાઓના પ્રમુખોની યાદી લગભગ જાહેર થઈ ગઈ છે. કેટલાક શહેરોમાં આ નિમણૂંકો બાદ વિવાદો શરૂ થઈ ગયા છે. પરંતું હવે ભાજપ માટે સૌથી મોટી કામગીરી નવા પ્રદેશ પ્રમુખની પસંદગી છે. હાલ જે નામો ચર્ચામાં છે તેના પર એક નજર કરીએ તો, રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આ સ્પર્ધામાં મોખરે છે. બંનેના નામની ચર્ચા ચાલી રહી છે. હવે બીજી ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, સંઘ સાથે નિકટતા ધરાવતા નેતાને પણ પસંદગીમાં પ્રાધાન્ય મળશે. મયંક નાયક અને અર્જુનસિંહ ચૌહાણ બંને સંઘ સાથે નિકટતા ધરાવે છે.
ભાજપ પ્રમુખ બનવામાં ક્ષત્રિયોનું વર્ચસ્વ
ગુજરાતમાં રાજકીય ઈતિહાસ રહ્યો છે કે, ભાજપનુ સુકાન મોટાભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાને જ સોપાયું છે. જો આ રાજકીય ગણિત આધારે અનુમાન કરવામાં આવે તો, ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ શિક્ષણમંત્રી કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાના નામ ટોચ પર ચાલી રહ્યા છે. જોકે, કોની પસંદગી થશે તે તો સમય આવ્યે ખબર પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે