Gold Rate: સોનું ફક્ત 100 દિવસમાં 10000 રૂપિયા જેટલું મોંઘુ થઈ ગયું, ભાવ વધારાના 10 કારણો, જાણો હવે સોનું સસ્તું થશે કે મોંઘુ?
Latest Gold Rate: ગ્લોબલ સ્તરથી લઈને ભારતમાં ગોલ્ડના રેટ અત્યાર સુધીના ઉચ્ચત્મ સ્તર પર પહોંચી ગયા છે. આ સાથે જ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. ગ્લોબલ સ્તરથી લઈને ભારતમાં ગોલ્ડના રેટ અત્યાર સુધીના ઉચ્ચત્મ સ્તર પર પહોંચી ગયા છે. આ સાથે જ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવથી પણ સોનાના ભાવમાં આગ લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
શું માનવું છે એક્સપર્ટ્સનું
એક્સપર્ટ્સનું માનવું છે કે દુનિયાભરમાં વધતા ભૂ રાજનીતિક સંકટ વચ્ચે આવી રહેલું આ નવું સંકટ ગોલ્ડ અને સિલ્વરના ભાવને ઝડપથી વધારી શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 10 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો વધારો થઈ ચૂક્યો છે. એ જ રીતે ચાંદીમાં પણ આ વર્ષે પ્રતિ કિલો 10 હજાર જેટલો વધારો જોવા મળ્યો છે.
આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 701 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ હાલ 73514 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં પણ 642 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને હાલ ભાવ 67339 રૂપિયાના સ્તરે છે. ચાંદીમાં જો કે મામૂલી 180 રૂપિયા પ્રતિ કિલો વધારો થયો છે અને હાલ ભાવ 83632 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.
MCX પર ભાવ
MCX પર સોનાના ભાવ મંગળવારે લગભગ 550 રૂપિયા વધ્યા છે. 10 ગ્રામ સોનાનો ભાવ 72800 રૂપિયા પાર પહોંચી ગયો છે. ચાંદી પણ 100 રૂપિયાની મજબૂતી સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહી છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો 83900 રૂપિયા જોવા મળ્યો છે.
ગ્લોબલ માર્કેટમાં ભાવ
ડોલરમાં મજબૂતી છતાં ગ્લોબલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો છે. મીડલ ઈસ્ટમાં તણાવના પગલે કોમેક્સ પર સોનું એકવાર ફરીથી 2400 ડોલર પ્રતિ ઔંસ પાર નીકળી ગયું છે. હાલ સોનામાં લગભગ 20 ડોલરની મજબૂતી છે. ચાંદી 29 ડોલર પ્રતિ ઔંસની આજુબાજુ ટ્રેડ થઈ રહી છે
આટલો વધી ગયો ભાવ
વર્ષ 2024ની શરૂઆતમાં પહેલી જાન્યુઆરીએ સોનાનો ભાવ 63302 રૂપિયા હતો. જ્યારે આજે સોનાનો ભાવ 73514 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જે જોતા આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 100 દિવસમાં જ 10212 રૂપિયા જેટલો સોનામાં ભાવ વધી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ 1 જાન્યુઆરીએ 73395 રૂપિયા પ્રતિ કિલો હતો જે આજે 83632 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે એટલે કે ચાંદીમાં પણ 10 હજાર રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
સોનાના ભાવવધારા માટે 10 કારણો!
1. ઈઝરાયેલ-ઈરાન, ઈઝરાયેલ-હમાસ, રશિયા-યુક્રેન જેવા જિયો પોલીટિકલ તણાવ
2. વૈશ્વિક આર્થિક મંદી
3. કેન્દ્રીય બેંકોની સતત સોનાની ખરીદી અને ભંડારમાં વધારો
4. મોંઘવારીની ચિંતા
5. ફેડરેલ રિઝર્વ દરમાં કાપની આશંકા
6. ફિઝિકલ ગોલ્ડમાં ખરીદી અંગે ઉત્સાહ
7. લાર્જ ઈટીએફ તરફથી ભારે ડિમાન્ડ
8. 2016 બાદથી સોનાના ઉત્પાદનમાં કોઈ ખાસ ફેરફાર નથી.
9. ડી-કોલરાઈઝેશન
10. WGC નું માનવું છે કે 'પેન્શન ફંડ સોનું ખરીદવાનું શરૂ કરી શકે છે.'
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube