નવી દિલ્હી: જો તમે બોડી બિલ્ડીંગના શોખીન છે અથવા ફિટનેસની ચિંતા કરો છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. આખી દુનિયામાં પોતાના જિમ માટે જાણિતા Gold Gym એ પોતાને દેવાળિયું જાહેર કર્યું છે. કંપનીએ અમેરિકામાં આ અંગે એક અરજી પણ દાખલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં બંધ થશે 30 જિમ
અમેરિકાની સૌથી જાણિતી જિમ ચેન ગોલ્ડ જિમ (Gold Gym) એ જાહેરાત કરી છે કે લોકડાઉન (Lockdown) અને કોરોના સંક્રમણના લીધે (Coronavirus) સંક્રમણના લીધે તેમના બિઝનેસ પર ખરાબ અસર પડી છે. Gold Gymએ અમેરિકામાં ચેપ્ટર 11 હેઠળ રાહત માંગતા અરજી દાખલ કરી છે કે તેમને દેવાળિયા જાહેર કરી દેવામાં આવે. કંપનીએ કહ્યું કે લોકડાઉનમાં બિઝનેસ ઠપ્પ પડી ગયો છે. સાથે જ કંપનીએ તાત્કાલિક પ્રભાવથી પોતાના 30 જિમ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. 


ભારતમાં 120 ગોલ્ડ જિમ
જાણકારોનું કહેવું છે Gold Gym આખી દુનિયામાં ફેલાયેલ છે. આ ફિટનેસ ચેનના ભારતમાં લગભગ 120 જિમ ચાલે છે. મોટાભાગના જિમ મહાનગરોમાં જ છે. ગોલ્ડ જિમવાળા અને અમીરો માટે એક ક્લાસ જિમ ગણવામાં આવે છે. આ જિમમાં મોટાભાગના વાર્ષિક પેકેજ પર સભ્યપદ આપવામાં આવે છે. જો ગોલ્ડ જિમ દેવાળિયા જાહેર થયા તો ભારતમાં પણ હજારો લોકો પ્રભાવિત થશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ગોલ્ડ જિમે 2002માં મુંબઇથી પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી. 


ગોલ્ડ જિમ ગત પચાસ વર્ષથી ફિટનેસનો બિઝનેસ ચલાવે છે. કંપનીના સંસ્થાપક જે ગોલ્ડ (Joe Gold) એ સૌથી પહેલું જિમ વેનિસ અને કેલિફોર્નિયામાં ખોલ્યું હતું. આખી દુનિયામાં ગોલ્ડ જિમના 700થી વધુ બ્રાંચ છે. કંપનીને આશા છે કે લોકડાઉન ખુલ્યા બાદ ઓગસ્ટ મહિનામાં ફરી સારો કારોબાર શરૂ થશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube