Gold ના દાગીના અંગેના નિયમમાં થયો મોટો ફેરફાર, આજથી ફક્ત આટલા કેરેટ સોનાનું થશે વેચાણ
આજથી સોનાના દાગીના ખરીદવાની રીત બદલાઈ જશે કારણ કે આજથી ગોલ્ડ હોલમાર્કિંગના નિયમ લાગૂ થશે.
નવી દિલ્હી Gold Hallmarking: આજથી સોનાના દાગીના ખરીદવાની રીત બદલાઈ જશે કારણ કે આજથી ગોલ્ડ હોલમાર્કિંગના નિયમ લાગૂ થશે. ક્યારેક કોવિડ-19 મહામારી સંકટ તો ક્યારેક અધૂરી તૈયારીઓનો હવાલો...સરકારે ગોલ્ડ જ્વેલર્સને નિયમો લાગૂ કરવા માટે સમય આપ્યો હતો. પરંતુ હવે આ નિયમ આજથી લાગૂ થઈ ગયા છે. જો કોઈ પણ જ્વેલર હોલમાર્કિંગ વગરની ગોલ્ડ જ્વેલરી વેચતો પકડાશે તો તેને એક વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. આ સાથે જ તેના પર ગોલ્ડ જ્વેલરીની વેલ્યૂના 5 ગણા સુધીની પેનલ્ટી પણ લાગી શકે છે.
આજથી મળશે ફક્ત 'શુદ્ધ' ગોલ્ડ જ્વેલરી
ગોલ્ડ હોલમાર્કિંગ સોનાની શુદ્ધતાનું સર્ટિફિકેટ છે, આજથી તમામ જ્વેલર્સને ફક્ત 14, 18 અને 22 કેરેટ સોનું વેચવાની જ મંજૂરી રહેશે. BIS એપ્રિલ 2000થી ગોલ્ડ હોલમાર્કિંગની સ્કિમ ચલાવી રહી છે. આજની તારીખમાં લગભગ 40 ટકા ગોલ્ડ જ્વેલરી હોલમાર્કિંગવાળી છે. જ્વેલર્સ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને પણ ઓનલાઈન અને ઓટોમેટિક કરી દેવાઈ છે. World Gold Council ના જણાવ્યાં મુજબ ભારતમાં લગભગ 4 લાખ જ્વેલર્સ છે. જેમાંથી 35,879 BIS સર્ટિફાઈડ છે.
હાલ 40 ટકા જ્વેલરી હોલમાર્કિંગવાળી
એવું નથી કે દેશમાં ગોલ્ડ હોલમાર્કિંગવાળું સોનું અત્યારે વેચાતું નથી પરંતુ તેના પર કોઈ પણ પ્રકારનું ફરજિયાતપણું લદાયેલું નહતું. અનેક મોટા મોટા જ્વેલર્સ પોતે જ ગોલ્ડ હોલમાર્કિંગવાળા દાગીના વેચતા હોય છે. એકવાર નિયમ લાગૂ થયા બાદ હવે તમામ જ્વેલર્સે હોલમાર્કિંગવાળા સોનાના દાગીના જ વેચવા પડશે. સરકારે ગોલ્ડ હોલમાર્કિંગનો નિયમ લાગૂ કરવા માટે એક કમિટી પણ બનાવી હતી. જેની કમાન બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(BIS) ના ડાઈરેક્ટર જનરલ પ્રમોદ તિવારીને અપાઈ છે. જેમનું કામ નિયમોને લાગૂ કરવામાં જે પણ મુશ્કેલીઓ આવે તેને દૂર કરવાનું છે.
Driving License માટે 1 જુલાઈથી નવા નિયમ, હવે ટેસ્ટ આપ્યા વગર જ મળી જશે લાયસન્સ!, જાણો કેવી રીતે?
5 વાર આગળ વધી હતી ડેડલાઈન
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે નવેમ્બર 2019માં ગોલ્ડ જ્વેલરી અને કલાકૃતિઓ માટે ગોલ્ડ હોલમાર્કિંગ નિયમોની જાહેરાત કરી હતી. આ નિયમોને જાન્યુઆરી 2021થી સમગ્ર દેશમાં લાગૂ કરવાના હતા. પરંતુ કોરોના મહામારીના કારણે જ્વેલર્સે સરકાર પાસે સમય માંગ્યો અને ડેડલાઈન આગળ વધતી ગઈ. 1 જૂન સુધી ગોલ્ડ હોલમાર્કિંગની ડેડલાઈન 4 વાર આગળ વધી ચૂકી હતી. ત્યારબાદ તેને ફરીથી 15 જૂન સુધી વધારાઈ. એટલે કે હવે કુલ 5 વાર તેને લાગૂ કરવાની ડેડલાઈન આગળ વધારી ચૂકાઈ છે.
Adani Group: અદાણી ગ્રુપને મોટો ઝટકો, એક દિવસમાં ગુમાવ્યા 1.03 લાખ કરોડ રૂપિયા
ઘરમાં રાખેલા સોનાનું શું થશે
ગોલ્ડ હોલમાર્કિંગ નિયમ લાગૂ થયા બાદ એક મહત્વનો સવાલ એ પણ છે કે ઘરમાં જે જૂનું સોનું પડ્યું છે તેનું શું થશે. તેના વેચાણ પર કેવી અસર પડશે. જેનો જવાબ છે કે ગોલ્ડ હોલમાર્કિંગના નિર્ણયની અસર ઘરમાં રાખેલા સોનાના દાગીના પર કોઈ અસર નહીં કરે. તે સરળતાથી રાખી શકો છો. જૂની જ્વેલરીના વેચાણ પર કોઈ અસર થશે નહીં. લોકો તેને જ્વેલર્સના ત્યાં વેચી શકે છે. પરંતુ જ્વેલર્સ હવે હોલમાર્ક વગરના સોનાના દાગીના વેચી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube