નવી દિલ્હીઃ Gold Price Today 16th Sep 2021 : સોની બજારમાં આજે સોના-ચાંદીની ચમક ફીકી પડી છે. ગુરૂવારે 24 કેરેટ સોનું જ્યાં બુધવારના બંધ ભાવના મુકાબલે 416 રૂપિયા સસ્તું ખુલ્યું તો ચાંદી પણ 549 રૂપિયા નીચે ખુલી હતી. આ રીતે સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટથી 9415 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તી છે. પાછલા વર્ષે 7 ઓગસ્ટે સોનું 56126 રૂપિયા અને ચાંદી 76004 રૂપિયા પર પહોંચી ગઈ હતી. પાછલા વર્ષના મુકાબલે ચાંદી પણ 13476 રૂપિયા કિલો સસ્તી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500થી 1000 રૂપિયાનું અંતર આવી શકે છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ  (ibjarates.com) પ્રમાણે 16 સપ્ટેમ્બર 2021ના દેશભરની બજારોમાં સોના-ચાંદીના ભાવ આ પ્રકારે રહ્યાં છે. 


ધાતુ 16 સપ્ટેમ્બરનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) 15 સપ્ટેમ્બરનો ભાવ (રૂપિયા/10 ગ્રામ)

ભાવમાં ફેરફાર(રૂપિયા/10 ગ્રામ)

Gold 999 (24 કેરેટ) 46839 47255 -416
Gold 995 (23 કેરેટ) 46651 47066 -415
Gold 916 (22 કેરેટ) 42905 43286 -381
Gold 750 (18 કેરેટ) 35129 35441 -312
Gold 585 ( 14 કેરેટ) 27401 27644 -243
Silver 999  62532 Rs/Kg 63081 Rs/Kg -549 Rs/Kg

આ પણ વાંચોઃ દિલ્હી-મુંબઈની મુસાફરી હવે 24 નહીં 12 કલાકમાં પૂરી થશે, અમદાવાદ-સુરતને પણ ફાયદો


IBJAનો રેટ દેશભરમાં સર્વમાન્ય
મહત્વનું છે કે IBJA દ્વારા જારી કરવામાં આવેલ રેટ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આ વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવમાં જીએસટી સામેલ નથી. સોનું ખરીદવા-વેચવા સમયે તમે IBJA ના રેટનો હવાલો આપી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે IBJA દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીના કરંટ રેટને લઈને તેનું એવરેજ મૂલ્ય જણાવે છે. સોના-ચાંદીનો કરંટ રેટ અથવા તેમ કહો કે હાજર ભાવ અલગ-અલગ જગ્યાઓ પર અલગ હોઈ શકે છે પરંતુ તેની કિંમતોમાં થોડુ અંતર હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube