Delhi-Mumbai Expressway: દિલ્હી-મુંબઈની મુસાફરી હવે 24 નહીં 12 કલાકમાં પૂરી થશે, અમદાવાદ-સુરતને પણ ફાયદો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બન્યા બાદ દિલ્હીથી મુંબઈ વચ્ચે 24 કલાકની મુસાફરી હવે 12 કલાકમાં પૂરી થશે. દેશના આ સૌથી લાંબા એક્સપ્રેસ વેને પૂરો કરવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. આ એક્સપ્રેસ વેને માર્ચ 2023 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. જેની સમીક્ષા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી.
Trending Photos
નવી દિલ્હી Delhi-Mumbai Expressway: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બન્યા બાદ દિલ્હીથી મુંબઈ વચ્ચે 24 કલાકની મુસાફરી હવે 12 કલાકમાં પૂરી થશે. દેશના આ સૌથી લાંબા એક્સપ્રેસ વેને પૂરો કરવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. આ એક્સપ્રેસ વેને માર્ચ 2023 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. જેની સમીક્ષા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી.
ડેડલાઈન પૂરી થતા પહેલા તૈયાર થશે એક્સપ્રેસ વે- ગડકરી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ની સમીક્ષા કરવા પહોંચેલા પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ દરમિયાન એક મજેદાર કિસ્સો પણ સંભળાવ્યો. તેમણે જણાવ્યું કે લગ્ન બાદ જ્યારે મહારાષ્ટ્રમાં રોડ બનાવડાવી રહ્યો હતો ત્યારે રસ્તામાં પડતા સાસરીનું ઘર પણ તોડવું પડ્યું હતું. તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અંગે દાવો કર્યો કે નિર્ધારિત ટાઈમલાઈન માર્ચ 2023 પહેલા જ લોકોની સગવડ માટે આ એક્સપ્રેસ વે બનીને રેડી થઈ જશે.
375 કિલોમીટર એક્સપ્રેસવે બનીને તૈયાર
અત્રે જણાવવાનું કે 9 માર્ચ 2019ના રોજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની આધારશિલા પરિવહન મંત્રી નીતિન ગડકરી, અરુણ જેટલી અને સુષમા સ્વરાજે રાખી હતી. 8 લેનના આ એક્સપ્રેસ વે પર યુદ્ધસ્તરે કામ ચાલુ છે. 1380 કિમીમાંથી 1200 કિમી પર કામ ચાલુ છે. જ્યારે 375 કિમીનો રોડનું નિર્માણ પૂરું થઈ ગયું છે. આ એક્સપ્રેસ વે બનાવવામાં કુલ 98 હજાર કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજો છે. તે બની ગયા બાદ દિલ્હી મુંબઈનું અંતર ઓછું થશે.
6 રાજ્યોથી થઈને પસાર થશે એક્સપ્રેસ વે
આ એક્સપ્રેસ વે દેશના છ રાજ્યમાંથી પસાર થશે. જેમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સામેલ છે. આ એક્સપ્રેસ વેના કારણે જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિતૌડગઢ, ઉદયપુર, ઉજ્જૈન, ઈન્દોર, અમદાવાદ અને સુરત જેવા શહેરો સુધી અવરજવર સરળ બનશે.
પર્યાવરણનો રખાયો છે ખ્યાલ
એક અંદાજા મુજબ આ એક્સપ્રેસ વે બનવાથી દિલ્હીથી મુંબઈનું અંતર 130 કિમી ઓછું થઈ જશે. જેમાં 320 મિલિયન લીટર ઈંધણની બચત થશે અને 850 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન ઓછું થશે. એક્સપ્રેસ વેના કિનારે 20 લાખ ઝાડ લાગશે જેથી પર્યવારણને ફાયદો થશે. હવાની ગુણવત્તાને વધુ સારી બનાવવામાં મદદ મળશે. વન્ય ક્ષેત્રો અને વન્ય જીવનને ધ્યાનમાં રાખતા 3 એનિમલ અને 5 ઓવરપાસ બની રહ્યા છે એટલે કે આ એક્સપ્રેસ વેની નીચે અને ઉપરથી અનેક જગ્યાએ જંગલી જાનવરોની મૂવમેન્ટ થઈ શકશે.
24ની જગ્યાએ 12 કલાકમાં પૂરી થશે મુસાફરી
આ પ્રોજેક્ટ દેશના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક છે. તેના નિર્માણમાં 12 લાખ ટન સ્ટીલનો ઉપયોગ થશે. મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 12 કલાક થઈ જશે. આ એક્સપ્રેસ વે બીજા રાજમાર્ગોના દબાણને ઓછું કરી દેશે. દિલ્હીમાં ગાડીઓથી થનારું પ્રદૂષણ પણ ઓછું થશે. બસ અને ટ્રક આ એક્સપ્રેસ વે પર 120 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે.
એક્સપ્રેસ વેની ખાસિયત
એક્સપ્રેસ વે પર ટોલ કલેક્શન રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન ટેક્નિક દ્વારા થશે. જેમાં 2 કોરિડોર અલગથી બની રહ્યા છે. NHAI નું કહેવું છે કે હાલ 8 લેન તૈયાર થઈ રહી છે, જરૂર પડશે તો 12 લેન પણ બનાવી શકાશે. તેના નિર્માણ કાર્યથી 50 લાખ દૈનિક રોજગાર પેદા થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે