નવી દિલ્હી: જો તમે આગામી સમયમાં સોનાની ચમક જોઈને તેમાં રોકાણ (Gold investment) કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ અહેવાલ તમારા માટે ખુબ જ કામમાં આવી શકે છે. જોકે સરકાર સોમવારથી એકવાર ફરી સોનામાં રોકાણ (Gold investment) કરનારા રોકાણકારોને એક સોનેરી મોકો આપી રહી છે. સરકારી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 (Sovereign Gold Bond Scheme 2021-22)ની આઠમી કિસ્ત 29 નવેમ્બરથી શરૂ થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો કેટલી છે કિંમત?
સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 માટે કિંમતની શ્રેણી 4,791 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. સરકારે રિઝર્વ બેંક સાથે વિચાર વિમર્શ કરીને જે રોકાણકારો ઓનલાઈન અરજી કરે છે અને ડિજિટલ રીતે ચૂકવણી કરે છે તેમને 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આવા રોકાણકારો માટે નિર્ગમ મૂલ્ય 4,741 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.


3જી ડિસેમ્બરે હશે બંધ
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે આ જાણકારી આપી. આ યોજના 29મી નવેમ્બરે ખુલશે અને 3જી ડિસેમ્બરે બંધ થશે. બોન્ડ માટેની અરજી 29 નવેમ્બરથી પાંચ દિવસ માટે આપી શકાશે.


ગ્રાહકોએ KYC માપદંડોને પૂર્ણ કરવા પડશે
અગાઉ, સિરીઝ સાત માટે ઇશ્યૂ કિંમત 4,761 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. RBI ભારત સરકાર વતી બોન્ડ જાહેર કરશે. બોન્ડ ખરીદવા માટે તમારા ગ્રાહકને KYC) માપદંડોને તે રીતે જ પૂર્ણ કરવા પડશે જેવી રીતે બજારમાંથી સોનું ખરીદતી વખતે હોય છે. સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી.


રોકાણકારો અહીંથી  ખરીદી શકશે બોન્ડ
જો તમે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમે સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નિયુક્ત પોસ્ટ ઓફિસો અને માન્ય સ્ટોક એક્સચેન્જો, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ પાસેથી બોન્ડ ખરીદી શકો છો. કોઈપણ વ્યક્તિગત અને હિંદુ અવિભાજિત કુટુંબ મહત્તમ ચાર કિલોગ્રામના બોન્ડ્સ ખરીદી શકે છે, જ્યારે ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે મહત્તમ ખરીદી મર્યાદા 20 કિલોગ્રામ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube