નવી દિલ્હીઃ Gold Price Today, 14 August 2023: સોના-ચાંદીની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે. આજે એટલે કે સોમવારે  સોનું સસ્તું થઈ ગયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ આજે 58800 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યો છે. તો ચાંદી પણ 69800ની નજીક આવી ગઈ છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં સોનાની કિંમતમાં લગભગ 2700 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે ચાંદી 4700 રૂપિયા સુધી સસ્તી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમસીએક્સ પર સોનું થયું સસ્તું
એમસીએક્સ પર આજે સોનાનો ભાવ 0.06 ટકા ઘટી 58870 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચી ગયો છે. આ સિવાય ચાંદી ાજે 0.18 ટકાના ઘટાડા સાથે 69850 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે. 


આ પણ વાંચોઃ 18 ઓગસ્ટે ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ ₹151-166 નક્કી, જાણો અન્ય વિગત


3 મહિનામાં 2700 રૂપિયા સસ્તું થયું સોનું
તમને જણાવી દઈએ કે 15 મેએ સોનાનો ભાવ 61567 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર હતો. તો આજે એમસીએક્સ પર ગોલ્ડ 58887 રૂપિયાના લેવલ પર છે. આ પ્રમાણે જુઓ તો સોનાની કિંમતમાં છેલ્લા ત્રણ મહિનામાં આશરે 2700 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. 


ચાંદીમાં 4700 જેટલો ઘટાડો
આ સિવાય જો ચાંદીના ભાવની વાત કરીએ તો 15 મેએ ચાંદીનો ભાવ 74524 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતો. તો આજે ચાંદીનો ભાવ 69830 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. આ પ્રમાણે જુઓ તો ચાંદીમાં 4700 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. 


આ પણ વાંચોઃ 10 વર્ષ પહેલા 8 રૂપિયાથી ઓછો હતો ભાવ, આજે 93 રૂપિયાને પાર, રોકાણકારો માલામાલ


ગ્લોબલ માર્કેટમાં પણ સસ્તું થયું સોનું
આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો અહીં સોના-ચાંદી સતત સસ્તા થઈ રહ્યાં છે. કોમેક્સ પર ગોલ્ડનો ભાવ 1950 ડોલર પ્રતિ ઔંસની નીચે આવી ગયો છે. આ સિવાય ચાંદી પણ 22.65 ડોલર પ્રતિ ઔંસના લેવલ પર ટ્રેડ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube