10 વર્ષ પહેલા 8 રૂપિયાથી ઓછો હતો ભાવ, આજે 93 રૂપિયાને પાર, રોકાણકારો માલામાલ

Share Price: આજે અમે સ્ટોક માર્કેટમાં જે કંપનીની વાત કરી રહ્યાં છીએ તેનું નામ Xchanging Solutions છે. આ કંપનીના શેરનો ભાવ એક સમયે 8 રૂપિયાથી ઓછો હતો. 2 ઓગસ્ટ 2013ના Xchanging Solutions કંપનીના શેરનો ભાવ 7.90 રૂપિયા હતો. 

10 વર્ષ પહેલા 8 રૂપિયાથી ઓછો હતો ભાવ, આજે 93 રૂપિયાને પાર, રોકાણકારો માલામાલ

Stock Market: શેરબજારમાં આવા ઘણા સ્ટોક છે, જેણે ટૂંકા ગાળામાં તેમના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. આમાં આવા ઘણા શેરો છે, જે હવે મલ્ટિબેગર શેરોની શ્રેણીમાં જોડાઈ ગયા છે. આ સાથે, એવા ઘણા શેરો છે જેણે 10 વર્ષમાં તેમના રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. આજે અમે અહીં એવી જ એક કંપનીના સ્ટોક વિશે વાત કરવાના છીએ. આવો જાણીએ...

આ છે શેર
આજે અમે જે કંપનીના શેરની વાત કરી રહ્યાં છીએ તે કંપનીનું નામ Xchanging Solutions છે. આ કંપનીના શેરનો ભાવ એક સમયે 8 રૂપિયા કરતા પણ ઓછો હતો. 2 ઓગસ્ટ 2013ના Xchanging Solutions કંપનીના શેરનો ભાવ 7.90 રૂપિયા હતો. પરંતુ હવે આ શેરની કિંમત 95 રૂપિયા થઈ ચુકી છે. 

શેરમાં જોવા મળ્યો ઉતાર-ચઢાવ
વર્ષ 2013 બાદ કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી. ઓગસ્ટ 2016માં કંપનીના શેરનો ભાવ 100 રૂપિયાને પાર ગયો પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળ્યો છે. તો માર્ચ 2020માં શેરનો ભાવ 30 રૂપિયાથી નીચે પહોંચી ગયો હતો. ત્યારબાદ તેમાં તેજી જોવા મળી અને 2021માં ફરી ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો હતો. 

શેરમાં ફરી તેજી
તો ત્યારબાદ શેરમાં ઘટાડો થયો અને એક શેરના ભાવ 60 રૂપિયાથી નીચે પહોંચી ગયા હતા. પરંતુ ફરી શેરમાં તેજી જોવા મળી રહી છે. Xchanging Solutions નો શેર માર્કેટમાં 13 ઓગસ્ટ 2023માં એનએસઈ પર આશરે 95 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. શેરનો 52 વીક હાઈ 125.50 રૂપિયા તો તેની 52 વીક લો પ્રાઇઝ 51.65 રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news