Gold Price Down: આજે સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં થયો ઘટાડો, જાણો શું છે 24 કેરેટ ગોલ્ડનો ભાવ
Gold Price: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે 8 નવેમ્બર 2021ના દિલ્હી સોની બજારમાં સોનું 47004 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે.
નવી દિલ્હીઃ Gold Price Today: જો તમે પણ લગ્નની સીઝનમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ તમારા માટે સારી તક છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે 8 નવેમ્બર 2021ના દિલ્હી સોની બજારમાં સોનું (Gold Price) 47,004 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયું છે. તો ચાંદી (Silver Price) ની કિંમતોમાં તેજી જોવા મળે છે. HDFC સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે.
કેટલો ઘટ્યો સોનાનો ભાવ?
દિલ્હી સોની બજારમાં સોનાની કિંમતોમાં આશરે 8 રૂપિયાનો ઘટાડો થયો છે. સોનું 47,004 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. આ સિવાય પાછલા કારોબારી સત્રમાં ગોલ્ડ 47,012 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
આ પણ વાંચોઃ નોટબંધીમાં તમે જમા કરાવી હતી 500 અને 1000ની જૂની નોટ, જાણો તેનું શું કરવામાં આવ્યું? રહસ્ય ખૂલ્યું
શું છે ચાંદીની સ્થિતિ?
આ સિવાય ચાંદીની વાત કરીએ તો ચાંદી 216 રૂપિયાના વધારા સાથે 63,262 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. તો પાછલા કારોબારમાં ચાંદીની કિંમત 63,046 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદીની સ્થિતિ
આ સિવાય આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો અહીં સોનું સામાન્ય ઘટાડા સાથે 1816 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું. તો ચાંદી 24.19 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube