Gold Rate: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધેલા તણાવના પગલે સોનાના ભાવ અચાનક જ ઝડપથી વધવા લાગ્યા હતા. પરંતુ એકવાર ફરીથી હવે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. આ અઠવાડિયે સતત બીજા દિવસે સોનાના ભાવ ઘટ્યા. ત્યારે એ પ્રશ્ન થાય કે શું સોનું ખરીદવું હોય તો આ સમય યોગ્ય છે ખરો? ખાસ જાણો આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાના ભાવમાં ઘટાડો
ગોલ્ડ ફ્યૂચર કોન્ટ્રાક્ટ  (જૂન 2024)ના ભાવ MCX પર 809 રૂપિયા ઘટીને 70977 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર આવી ગયા છે. જો આપણે MCX પર ગોલ્ડનો રેકોર્ડ હાઈ 73958 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (12 એપ્રિલ 2024)ને જોઈએ તો સોનું અત્યાર સુધીમાં 3300 રૂપિયા સસ્તું થયું છે. લોકો સોનાના ભાવ વધી જતાં હવે ખરીદી ટાળી રહ્યાં છે પણ ઘટતા જતા ભાવને પગલે ફરી ખરીદી નીકળે તેવી પૂરી સંભાવના છે.  


આંતરરાષ્ટ્રીય બજાર અને શરાફા બજારમાં ઘટ્યા ભાવ
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ શુક્રવારે 2301 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. સપ્તાહમાં ગોલ્ડનો ભાવ 48 ડોલર પ્રતિ ઔંસ જેટલો ઘટ્યો છે. જ્યારે તે પોતાના ઓલ  ટાઈમ હાઈ લેવલથી 148 ડોલર પ્રતિ ઔંસ ઘટ્યું છે. ઘરેલુ બજારની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 18 એપ્રેલ 2024ના રોજ 73477 રૂપિયા હતો. જ્યારે શુક્રવારે આ ભાવ ઘટીને 71191 રૂપિયા  (IBJA Rates)  પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો. એટલે કે આ દરમિયાન સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2286 રૂપિયા જેટલો ઘટાડો થયો. 


શું સોનું ખરીદવા માટે યોગ્ય છે સમય?
મીડિયા રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં આવેલા ઘટાડા પર એચડીએફસી સિક્યુરિટીઝના કોમોડિટી અને કરન્સીના હેડ અનુજ ગુપ્તા કહે છે કે સોનાના ભાવમાં ઘટાડાનું કારણ યુએસ ફેડ છે. મોંઘવારીના રિસ્કને જોતા ફેડ રિઝર્વ વ્યાજ દરોમાં કાપ માટે લાંબો સમય લઈ શકે છે. ગુરુવારે બહાર પડેલા આંકડા દર્શાવે છે કે લેબર કોસ્ટ વધી છે. તેનાથી સોનાના ભાવમાં વધારાનું દબાણ સર્જાયું છે. 


ગોલ્ડમાં રોકાણ કરનારા લોકોએ હજુ વધુ રાહ જોવી જોઈએ


ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સીઝફાયરની પણ અસર જોવા મળી છે. પ્રોફેશનલ ઈન્વેસ્ટર્સ અંગે અનુજ ગુપ્તા કહે છે કે  ગોલ્ડમાં રોકાણ કરનારા લોકોએ હજુ વધુ રાહ જોવી જોઈએ. આવનારા સમયમાં સોનાના ભાવમાં હાલના સ્તર કરતા વધુ ઘટાડો થઈ શકે છે. 


સોનાના લેટેસ્ટ ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનાનો ઓપનિંગ રેટ શુક્રવારે મામૂલી 6 રૂપિયાના ઘટાડા સાથે જોવા મળ્યો અને સોનું 71321 રૂપિયાના સ્તરે પહોંચ્યુ પરંતુ ક્લોઝિંગ રેટમાં વધારે કડાકો જોવા મળ્યો અને ભાવ 71191 રૂપિયા પર પહોંચી ગયો. દિવસ દરમિયાન કુલ 136 રૂપિયા ભાવમાં ઘટી ગયા.


916 પ્યોરિટીવાળું એટલે કે 22 કેરેટનું 10 ગ્રામ સોનું


ગુરુવારે સોનાનો ક્લોઝિંગ રેટ 71327 હતો. જ્યારે 916 પ્યોરિટીવાળું એટલે કે 22 કેરેટનું 10 ગ્રામ સોનું પણ ઓપનિંગ રેટમાં 6 રૂપિયાના ઘટાડા સાથે 65330 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. જે સાંજ પડતા ભાવ વધુ ઘટતા 65211 રૂપિયા પર પહોંચ્યું. ભાવમાં દિવસ દરમિયાન 125 રૂપિયા ઘટ્યા. 


દિવસમાં બે વાર સોના અને ચાંદીના ભાવ જાહેર કરાય છે


ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં શુક્રવારે જો કે ઓપનિંગ રેટમાં વધારો જોવા મળ્યો. ચાંદીના ઓપનિંગ રેટમાં 508 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ચાંદી પ્રતિ કિલો 80227 રૂપિયાની સપાટીએ પહોંચી. ગુરુવારે સાંજે ચાંદીનો ક્લોઝિંગ રેટ 79719 રૂપિયા હતો. પરંતુ સાંજ પડતા ચાંદી પણ સસ્તી થઈ અને ભાવ પ્રતિ કિલો 79989 રૂપિયા પર પહોંચી ગયો. અત્રે જણાવવાનું કે એસોસિએશન દ્વારા દિવસમાં બે વાર સોના અને ચાંદીના ભાવ જાહેર કરાય છે. ઓપનિંગ અને ક્લોઝિંગ રેટ. સોના ચાંદીના લેટેસ્ટ ભાવ રજાઓના દિવસે જાહેર થતા નથી. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

 (Disclaimer: અહીં ફક્ત જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. કોઈ પણ રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube