આ હસીનાએ લગ્ન પહેલા કરી છે વન નાઈટ સ્ટેન્ડ, 17 વર્ષ મોટા ફ્લોપ એક્ટર સાથે લગ્ન કર્યા બાદ મળ્યો દગો

Flop Actor Wife Hit in Business: બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેમની પત્ની ભલે ફિલ્મોમાં ન હોય પરંતુ તેઓ સફળ બિઝનેસવુમન છે. આવી જ એક સુંદરી છે જેનો પતિ ફિલ્મોમાં સુપર ફ્લોપ રહ્યો છે, પરંતુ તે એકદમ સફળ છે. તે તાજેતરમાં એક શોમાં પણ જોવા મળી હતી અને એક્ટિંગમાં ડેબ્યૂ પણ કરી લીધું છે. એક શોમાં તેમણે એવી વાત કહી જે જાણીને તમે ચોંકી જશો. જાણો તેમણે એવું તો શું કહી દીધું કે તેનું નિવેદન આગ લગાવી રહ્યું છે.

મહીપ કપૂર કર્યો મોટો ખુલાસો

1/6
image

આ બીજું કોઈ નહીં પણ સંજય કપૂરની પત્ની મહીપ કપૂર છે. 42 વર્ષીય મહીપ જ્વેલરી ડિઝાઇનર છે. તાજેતરમાં નેટફ્લિક્સ શો 'ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ'માં જોવા મળી હતી. મહીપ તેના બિઝનેસ સિવાય તેની ફેશન સેન્સ અને સ્ટાઇલ માટે પણ જાણીતી છે. તેણી અને સંજયને એક પુત્રી શનાયા છે, જે ટૂંક સમયમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

પ્રથમ મુલાકાત

2/6
image

મહિપ રૌનક રાજાણીના શોમાં પહોંચી હતી. આ દરમિયાન તેમણે પોતાના અંગત જીવનની એવી વાતો અંગે ખુલાસો કર્યો જે તેમણે આજ સુધી ક્યારેય કહી ન હતી. મહીપે તેની અને સંજયની પહેલી મુલાકાત વિશે જણાવ્યું હતું.

ખરાબ રીતે નશામાં હતી

3/6
image

'હું ખૂબ જ નશામાં હતી. ત્યાં તેમના આખા પરિવારને મળી. મારા સાસુ, સસરા, સુનીતા, અનિલ અને શ્રીને. તેમ છતાં તેમણે મને તેની વહુ તરીકે સ્વીકારી. અમારા વત્તે કોઈ પ્રપોજલ વાળું કાંઈ પણ નથી થયું. હું ઉંમરમાં તેના કરતા ઘણી નાની છું. તે સમયે ઈન્સ્ટાગ્રામ પણ નહોતું. તેમણે માત્ર મને કહ્યું- આપણે લગ્ન કરી રહ્યા છીએ.

એક રાતનો જાદુ

4/6
image

મહીપે કહ્યું કે, મારી અને સંજયની લવ સ્ટોરી એકદમ સિમ્પલ હતી. મેં માત્ર એક જ વ્યક્તિ સાથે વન નાઇટ સ્ટેન્ડ કરી હતી. મને તે સમયે ખબર પણ નહોતી કે હું તેની સાથે લગ્ન કરીશ. હું કોઈપણ આમંત્રણ વિના તેમની પાર્ટીમાં ગઈ હતી. જ્યાં હું તેને મળી હતી.

લગ્નના 30 વર્ષ થયા

5/6
image

આ વાત 1990ના દાયકાની નાઇટ ક્લબની છે. બન્ને ખૂબ જ નશામાં હતા. તેમણે કહ્યું કે, આપણે બન્ને લગ્ન કરી રહ્યા છીએ. હું ટકીલા શોર લેતી હતી અને પછી મેં પણ કહ્યું- ઓકે ફાઈનલ. ત્યારબાદ અમે બન્ને એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા. અમે 30 વર્ષથી સાથે છીએ.

સંજયે મહીપને આપ્યો ચૂક્યો છે દગો

6/6
image

માહીપ અને સંજય કપૂર વચ્ચે ઉંમરનો તફાવત ઘણો મોટો છે. મહીપ 42 વર્ષની છે અને સંજય 59 વર્ષનો છે. એટલે કે મહીપ સંજય કરતા 17 વર્ષ નાની છે. મહીપે ઘણા ઈન્ટરવ્યુમાં પણ કહ્યું છે કે, લગ્નના થોડા વર્ષો સારા હતા. સંજયે તેની સાથે દગો કર્યો હતો. પરંતુ તેમણે બધું જ પાછળ છોડીને સંતાનો માટે લગ્ન બચાવી લીધા. તમને જણાવી દઈએ કે, મહીપ અને સંજયના લગ્ન 1997માં થયા હતા. તેમની પ્રથમ પુત્રી શનાયા કપૂરનો જન્મ 1999માં અને પુત્ર જહાં કપૂરનો જન્મ 2006માં થયો હતો.