જે લોકો સોનાની વધતી કિંમતોના કારણે ખરીદી અને રોકાણ કરવામાં અચકાતા હતા તેમને ફરી એકવાર રોકાણની સારી તક મળી છે. કારણ કે સોનાની કિંમત ઘટી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ હત સપ્તાહમાં 57,150 પ્રતિ 10 ગ્રામના હતા. જોકે, પ્રોફિટ બુકિંગના દબાણના કારણે શુક્રવારે સોનું 56,875 રૂપિયા પર બંધ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 9 મહિનાના ઉચ્ચતમ સ્તર પર 1,927 ડોલર પ્રતિ ઔંસના ભાવે બંધ થયું હતું. કોમોડિટી બજારના નિષ્ણાતોના મતે, સોનાના ભાવ અસ્થિર રહેવાની શક્યતા છે. અને રોકાણકારો 2023ની પ્રથમ યુએસ ફેડ બેઠક અને ભારતના કેન્દ્રીય બજેટ પર નજર રાખતા હોવાથી તેમાં વધુ સુધારો જોવા મળશે.


આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


સોનું ખરીદવા અંગે મહત્વપૂર્ણ સ્તરો
નિષ્ણાતોએ લાંબા ગાળા માટે સોનામાં રોકાણ કરનારા લોકોને દરેક ઘટાડામાં ખરીદી કરવાની સલાહ આપી છે. મિન્ટના સમાચાર અનુસાર, કોમોડિટી એક્સપર્ટ સુગંધા સચદેવાએ કહ્યું, “સોનાના ભાવમાં સારા કરેક્શન બાદ ફરીથી તેજી જોવા મળશે.


આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી


બજેટ 2023 અને યુએસ ફેડની બેઠકના કારણે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવ પર અસર થવાની સંભાવના છે. ભારતીય બજારમાં સોનાની કિંમત 57,200 પ્રતિ 10 ગ્રામના સ્તર પર રેઝિસ્ટન્સનો સામનો કરે છે. તે જ સમયે, MCX પર સોનાનો સપોર્ટ 56,200 રૂપિયા પર છે.


સોનામાં કેમ આવી તેજી? 
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના વરિષ્ઠ કોમોડિટી રિસર્ચ એનાલિસ્ટ નિરપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, "બેન્ચમાર્ક યુએસ ટ્રેઝરી યીલ્ડ દબાણ હેઠળ રહી હતી, જેથી અમેરિકી ડોલર નબળો થયો. ફેડરલ રિઝર્વ વ્યાજ દરની ગતિ ધીમી કરશે તેવી વધતી અપેક્ષાઓ પર સોનાના ભાવમાં વધારો થયો હતો. રોકાણકારોની આ અપેક્ષાઓના કારણે ડોલર અને યુએસ ટ્રેઝરીમાં ઘટાડો થયો છે અને તેનો સીધો ફાયદો સોનાને થયો છે.


આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: બાસમતી ચોખા ખાશે ચાડી : આ રીતે કરો ઓળખ, સરકારે નક્કી કર્યા ધારા ધોરણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube