નવી દિલ્હીઃ સોનાની ઘરેલૂ હાજર કિંમતમાં બુધવારે ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનાના હાજર ભાવમાં 317 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા બાદ સોનાનો ભાવ 46,382 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતોમાં ઘટાડાને કારણે ભારતમાં સોનાના હાજર ભાવમાં ઘટાડો થયો છે. તેનાથી પાછલા સત્રમાં સોનાનો ઘરેલૂ હાજર ભાવ 46,699 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેનાથી વિતરીત ચાંદીના હાજર ભાવમાં વુધવારે જબરદસ્ત વધારો થયો છે. ચાંદીના હાજર ભાવમાં 2328 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો છે. ત્યારબાદ ચાંદીના ભાવ 70,270 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે. તેનાથી પાછલા સત્રમાં ચાંદી 67,942 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 


વૈશ્વિક સ્તર પર સોનાનો ભાવ
વૈશ્વિક સ્તર પર બુધવારે સોનાની વાયદા અને હાજર બન્ને કિંમતોમાં ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ અનુસાર, જૂન 2021 વાયદા સોનાનો વૈશ્વિક ભાવ બુધવારે સાંજે 0.20 ડોલરના ઘટાડા સાથે 1775.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. તો સોનાનો વૈશ્વિક હાજર ભાવ 2.01 ડોલર પ્રતિ ઔંસના ઘટાડા સાથે 1777.05 ડોલર પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 


આ પણ વાંચોઃ કોવિડ સેવાઓ માટે RBI એ ખોલ્યાં રાહતના દ્વાર, કહ્યું લોકડાઉનથી અર્થતંત્રને નુકસાન


એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક પ્રમાણે ડોલરમાં મજબૂતી અને યૂએસ બોન્ડ યીલ્ડ્સમાં વધારાને કારણે સોનાની કિંમતો દબાવમાં ટ્રેડ કરતી જોવા મળી છે. 


વૈશ્વિક સ્તર પર ચાંદીનો ભાવ
સોનાની સાથે ચાંદીની વૈશ્વિક વાયદા અને હાજર કિંમતોમાં બુધવારે ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ અનુસાર ચાંદીનો વૈશ્વિક વાયદા ભાવ બુધવારે 0.18 ડોલરના ઘટાડા સાથે 26.38 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. તો ચાંદીનની હાજર કિંમત 0.18 ડોલરના ઘટાડા સાથે 26.33 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube