RBI એ કહ્યું કોરોનાની બીજી લહેર અર્થતંત્ર માટે જોખમી, કોવિડ સેવાઓ માટે 50 હજાર કરોડની સસ્તી લોન આપશે

Corona Impact On Indian Economy: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગર્વનરે પ્રેસ કોન્ફ્રેન્સ (Press Conference)  કરીને વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ કેટલીક મહત્ત્વની જાહેરાત કરી. 

RBI એ કહ્યું કોરોનાની બીજી લહેર અર્થતંત્ર માટે જોખમી, કોવિડ સેવાઓ માટે 50 હજાર કરોડની સસ્તી લોન આપશે

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગર્વનરે પ્રેસ કોન્ફ્રેન્સ (Press Conference) કરીને વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ કેટલીક મહત્ત્વની જાહેરાત કરી. RBI ના ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું છેકે, કોરોનાની બીજી લહેર ભારતના અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ રહી છે. દેશના ઘણાં બધા રાજ્યોમાં હાલ લોકડાઉન કે પછી લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે RBI ગર્વનર દાસે કોવિડ સાથે જોડાયેલાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 50 હજાર કરોડની સસ્તી લોન આપવાની જાહેરાત કરી છે. 

RBI ના ગર્વનર દાસે કહ્યુંકે, હાલની સ્થિતિને જોતા વેક્સિન ઉત્પાદકો, હોસ્પિટલ, લોજિસ્ટિકને પ્રાયોરિટી સેક્ટરમાં સમાવાશે કોરોના સંલગ્ન તમામ સેક્ટરને બેંક સરળતાથી લોન આપી શકશે. લિક્વિડિટી સુધારવા માટે 50,000 કરોડના લોનની વિન્ડો ઓપન કરી આ સિવાય બેંકો પોતાની સરપ્લસ લિક્વિડિટીમાંથી પણ લોન આપી શકશે. 

વધુમાં  કોરોનાની બીજી લહેર ઘાતક છે પ્રથમ લહેર બાદ ઈકોનોમીમાં શાનદાર રિકવરી જોવા મળી રહી છે તમામ આર્થિક આંકડા અર્થતંત્રમાં મજબૂતી સૂચવી રહ્યાં છે GST, PMI, ટોલ કલેક્શન સહિતના આંકડા સકારાત્મક છે જોકે દેશમાં મોંઘવારી અને ખાસ કરીને ખાદ્ય મોંઘવારી દર ઉંચો છે RBI નજર તમામ આંકડા પર છે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે તેથી મોંઘવારી કાબૂમાં જ છે  

કોરોના કાળમાં કોવિડ સેવાઓ માટે રાહતઃ
વેક્સિન ઉત્પાદકો, હોસ્પિટલ, લોજિસ્ટિકને પ્રાયોરિટી સેક્ટરમાં સમાવાશે કોરોના સંલગ્ન તમામ સેક્ટરને બેંક સરળતાથી લોન આપી શકશે. લિક્વિડિટી સુધારવા માટે 50,000 કરોડના લોનની વિન્ડો ઓપન કરી આ સિવાય બેંકો પોતાની સરપ્લસ લિક્વિડિટીમાંથી પણ લોન આપી શકશે. આ સુવિધા 3 વર્ષ સુધી લાગુ રહેશે. માર્ચ, 2022 સુધી આ સ્કીમ હેઠળ લોન લઈ શકાશે.

વ્યક્તિગત લોન રીસ્ટ્ર્ર્કચરિંગ સ્કીમ ફરી ખુલશેઃ
વ્યક્તિગત અને MSMEs લોન ધારકોને લોન રીસ્ટ્રકચરિંગની સ્કીમનો સમયગાળો લંબાવી આપવામાં આવ્યો બેંકો 25 કરોડની લોન રીસ્ટ્રકચર કરી શકશે. જોકે આ સુવિધા વન ટાઈમ રીસ્ટ્રકચરિંગ માટે જ હશે અત્રે ઉલ્લેખનીય છે કે RBIએ અગાઉ રીસ્ટ્રકચરિંગ સ્કીમ 1.0 લોન્ચ કરી હતી આ જ સ્કીમ હેઠળ લોન મોરેટોરિયમ 2 વર્ષ સુધી બેંકો લંબાવી આપી શકશે શરત : 31મી માર્ચ, 2021ના રોજ આ લોન સ્ટાન્ડર્ડ લોન હોવી જરૂરી બેંકોને કોવિડ લોન બૂક બનવવા આદેશ.

સ્મોલ ફાઈનાન્સ બેંકને પણ લોનમાં છૂટ: 
SME અને MSMEsને 10 લાખની લોન આપી શકશે 31મી ઓક્ટોબર, 2021 સુધી આ લોન આપી શકાશે સ્મોલ ફાઈનાન્સ બેંકને પણ લોનમાં છૂટ આપવામાં આવી. જે અંતર્ગત SME અને MSMEsને મહત્તમ 10 લાખની લોન આપી શકશે. લોન આપવા માટે 10,000 કરોડની ફાળવણી 31મી ઓક્ટોબર, 2021 સુધી આ લોન આપી શકાશે. 500 કરોડ સુધીનું મૂલ્ય ધરાવનાર માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓને SFB આ લોન આપી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news